જામનગર: ડમ્પીંગ સાઈટના પ્લાન્ટનું ઓર્ગેનિક ખાતર મનપાના બગીચામાં વપરાશે

કમિશ્નરે રિકવરી સેન્ટર, વેસ્ટ પ્રોસેસીંગ પ્લાન્ટની મુલાકાત લીધી પ્લાસ્ટિક મેનેજમેન્ટ રૂલ્સની અસરકારક અમલવારી કરવા તાકીદ

જામ્યુકોના કમિશ્નરે મટીરિયલ રિકવરી સેન્ટર, લીગેસી વેસ્ટ પ્રોસેસીંગ પ્લાન્ટની મુલાકાત લઇ ડમ્પીંગ સાઈટના પ્લાન્ટમાં ઉત્પન્ન થતાં ઓર્ગેનિક ખાતરનો મનપાના બગીચામાં ઉપયોગ કરવા સૂચના આપી હતી. પ્લાસ્ટિક મેનેજમેન્ટ રૂલ્સની અસરકારક અમલવારી કરવા તાકીદ કરી હતી.સ્વચ્છ ભારત મિશન હેઠળ મહાનગરપાલિકા દ્વારા વ્હોરાના હજીરા પાસે સ્થાપિત કરવામાં આવેલા મટીરિયલ રિકવરી સેન્ટરની મ્યુનિ. કમિશનર વિજયકુમાર ખરાડીએ મુલાકાત લીધી હતી.

આ તકે કમિશ્નરે સરકાર દ્વારા જાહેર કરેલા પ્લાસ્ટિક મેનેજમેન્ટ રૂલ્સની અસરકારક અમલવારી થાય તે મુજબ પગલાં લેવા સૂચના આપી હતી. તદઉપરાંત ગુલાબનગર ડમ્પીંગ સાઈટ ઉપરના લીગેસી વેસ્ટના પ્રોસેસીંગ પ્લાન્ટની પણ મુલાકાત લઇ કામગીરીમાં ઝડપ લાવવા સૂચના આપી હતી. સાથે સાથે ઉત્પન્ન થતાં ઓર્ગેનિક ખાતરને મહાનગરપાલિકાના બગીચામાં ઉપયોગ કરવા તેમજ જિલ્લાના ખેડૂતો પણ તેનો ઉપયોગ કરી શકે તેવું આયોજન કરવા સંબધિત અધિકારીને સૂચના આપી હતી.