Abtak Media Google News
  • ખડીયામાં હિન્દુ રીત રીવાજ મુજબના લગ્નથી પોલેન્ડની ક્ધયા 6 માર્ચે લગ્નગ્રંથીથી જોડાશે

જૂનાગઢ જીલ્લાની ઉતરે આવેલા ખડિયા ગામના ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા પરબત કાનાભાઈ અખેડનો પુત્ર અજય પોલેન્ડમાં અભ્યાસ અર્થે ગયેલો અને  ગડાંસ બેંકમાં નોકરી મળતા ત્યાંજ સ્થાયી થયેલો.અભ્યાસ નોકરી દરમયાન પરિચયમાં આવેલી પોલેન્ડની યુવતી એલેક્ઝાન્ડ્રા પહુસ્કા જે બોઇંગ કંપનીમાં સ્પેશીયલ ટેકનીશીયન છે એમની સાથે મૈત્રી થતાં એ મૈત્રી સમય જતા પ્રેમમાં પરિણમી અને બંને એ લગ્નગ્રંથીથી જોડાવાનું નક્કી કર્યું.

માતા જાહીબેન અને પિતા પરબતભાઈ અખેડનો અજય  એકનો એક દીકરો હોય અને અહી ભારતીય વિધિ વિધાન પ્રમાણે લગ્ન થાય એવી ઈચ્છા હોવાથી  હિન્દુ લગ્નવિધિ મુજબ ગુરુદેવ બાપુની ઝુપડી પાસે ખડિયા મુકામે લગ્ન કરશે. એલેક્ઝાન્ડ્રા પાહુસ્કાના મિત્રો અને પરિવારજનો પણ પોલેન્ડથી હાજરી આપશે એલેક્ઝાન્ડ્રા પાહુસ્કાના મોટા બહેન મોનિકા અને આનના પિતા સ્ટેની સ્લાવ સાથે અહી આવી પહોચીયા છે. .જયારે એમનું ક્ધયાદાન ડો.સુભાષ મહિલા કોલેજના કર્મચારી રાયસીભાઈ સિંહાર અને એમના ધર્મપત્ની મનીષાબેન સિંહાર કરશે.

વિદેશી યુવતી સાથે ખડિયા ગામના યુવકના લગ્નની સહુને ઉત્સુકતા અને આનંદ છે. સ્મોલનીકી સુવાવકી પોલેન્ડ નિવાસી અ.સૌ.બોઝેના પાહુસકા તથા શ્રી સ્ટેની સ્લાવ પાહુસકીની પુત્રી ચિ.એલેક્ઝાન્ડ્રા પાહુસ્કાને પરણતી જોવી એ પણ એક લાહવો છે.

આ લગ્નની તૈયારી રૂપે ક્ધયા દાતા રાયસીભાઈ સિંહાર અને એમના ધર્મપત્ની મનીષાબેન સિંહાર આપણા ભારતીય પહેરવેશ,આહીર પહેરવેશ,લગ્નના રીત રિવાજ પરમ્પરીત આભુષણો અને વિધિ વિધાનો વિષે માહિતી આપી રહ્યાં છે.અને તે પણ એટલીજ ઉત્સુકતા સાથે હિંદુ સાંજના રીત રીવાઓને વિગતવાર સમજવાનો પ્રયાસ કરી રહી છે.તેને હિંદુ ધર્મમાં આસ્થા છે.અને તે અહીની ભાષા શીખવાનો પણ પ્રયત્ન કરી રહી છે.

જાહીબેનને ધર્મની બહેન માનતા રાયસીભાઈ સિંહાર અને એમના ધર્મપત્ની મનીષાબેન સિંહાર છેલ્લા 30 વર્ષથી પરબતભાઈ અખેડના પરિવાર સાથે જોડયેલા છે. એમના કહેવા મુજબ અમારું અહોભાગ્ય છે કે પરબત ભાઈએ અમને ક્ધયાદાતા બનાવ્યા. એક વિદેશી યુવતીનું  ક્ધયાદાન અમારા જીવનની યાદગાર  પળ હશે. છેલ્લા પંદર દિવસથી એલેક્ઝાન્ડ્રા પાહુસ્કા આમારી સાથે છે. જે આપણા દેશી રોટલી,રોટલાં શાકભાજી આરોગી રહી છે. એમને ભારતીય પહેરવેશ ખાસ કરીને  આહીરોનો પહેવેશ અને ઓર્નામેન્ટ  ખૂબ ગમે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.