Abtak Media Google News

બગીચામાં વૃદ્ધા પાસે બેસી ઠંડાની બોટલમાં કેફી પદાર્થ પીવડાવી બેભાન કરી રૂ. 70 હજારના કાપ લઈ ફરાર

શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાણે પથરી રહી હોય તેમ ચોરી અને લૂંટના અનેક બનાવો સામે આવી રહ્યા છે ત્યારે વધુ એક ચોરીનો બનાવ સામે આવ્યો હતો જેમાં દીન દહાડે એક ઠગ મહિલાએ બિગ બજાર પાસે આવેલા બગીચામાં બેઠેલા વૃદ્ધા ના ઠંડા પીણામાં કેફી પદાર્થ પીવડાવી બેભાન કરી તેને પહેરેલા રૂપિયા 70 હજારના હાથના કાપ ઉતારી લઈ ફરાર થઈ જતા ઠગ મહિલા સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

શહેરમાં સફાઈ કામકાજ કરી પોતાનું ગુજરાત ચલાવતા દેવુબેન રામજીભાઈ રાઠોડ નામના વૃદ્ધા ગઈકાલે બિગ બજાર પાસે આવેલા એક બગીચામાં લાકડા વીણવા માટે ગયા હતા. ત્યારબાદ તે બગીચામાં બેઠા હતા ત્યારે એક અજાણી મહિલા તેમના પાસે આવી વાતો કરવા લાગી હતી. અને વૃદ્ધા ના ઠંડા પીણામાં કોઈ નશા યુક્ત પદાર્થ ભેળવી તેમને પીવડાવી દઈ બેભાન કરી તેમના કાનમાં પહેરેલા સોનાના કાપ તથા બે તોલાના મચકણીયા જેઓની કુલ કિંમત રૂ.70 હજાર ના સોનાના દાગીના ચોરી જઇ મહિલા ઠગ ત્યાંથી ફરાર થઈ ગઈ હતી.

જ્યારે વૃદ્ધાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બાદ તેઓ ભાનમાં આવતા પોતાના દાગીના ની ચોરી થયા હોવાની જાણ થતા તેને તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણી મહિલાની શોધખોળ શરૂ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.