Abtak Media Google News

એક જ નામથી ઘણા ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવનારોની સંખ્યા પર રોક લગાવવા માટે સરકાર મહત્વનું પગલું ભરવા જઇ રહી છે. મોબાઇલ અને પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરવાને જરૂરી બનાવ્યા બાદ સરકાર ડ્રાઇવિંગ લાઇસેન્સને પણ એને જોડવાની તૈયારી કરી રહી છે. સૂચના પ્રૌધોગિકી મંત્રી રવિ શંકરે આજે કહ્યું કે ડ્રાઇવિંગ લાઇસન્સને પણ આધારકાર્ડ સાથે લિંક કરવાનો વિચાર કરી રહી છે. રવિશંકરે કહ્યું કે જો ડ્રાઇવિંગ લાઇસમ્સને આધારકાર્ડથી જોડવામાં આવશે તો એનાથી ડુપ્લીકેટ લાઇસેન્સની સંખ્યા પર લગામ લગાવવા માટે મદદ મળશે. એમણે કહ્યું કે આધાર ડિજીટલ આઇન્ડેટિટી છે. આ પહેલા મે મહિનામાં પણ રવિશંકરે ડ્રાઇવિંગ લાઇસન્સને આધાર કાર્ડ સાથે જોડવા માટેની વાત કહી હતી. કેન્દ્ર સરકારે આ પહેલા પાન કાર્ડ અને મોબાઇલ નંબરને આધારકાર્ડ સાથે લિંકર કરવાની વાતને જરૂરી કરી દીધી હતી. જો તમે પાન કાર્ડને આધારથી લિંક કરાવ્યું નથી તો તમને આઇટીઆર ફાઇલ કરવામાં સમસ્યા થઇ શકે છે.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.