Abtak Media Google News

રાજ્યમાં સુરત સહિત 3 સ્થળેથી સી-પ્લેન શરૂ કરવાની મોદી સરકારની જાહેરાત બાદ સોમવારે દિલ્હીની એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની ટીમ સુરત આવી પહોંચી હતી. એએઆઇની ટીમે તાપી નદી પર સી-પ્લેનની શક્યતા ચકાસવા વિવિધ સ્થળોની મુલાકાત કરી તળિયા ઝાટક નિરીક્ષણ કર્યું હતું. સાબરમતી નદીથી ધરોઇ ડેમ, સાબરમતી નદીથી સરદાર સરોવર અને તાપી નદીથી સરદાર સરોવર સુધીના સ્થળો પર સી-પ્લેન યોજના શરૂ કરવાની રાજ્ય સરકારે જાહેરાત કરી હતી. જેથી સમગ્ર પ્રોજેકટ માટે ખાસ ટીમ બનાવવામાં આવી છે. આ ટીમ દ્વારા અમદાવાદ, નર્મદા સરદાર સરોવર ડેમ તથા સુરતમાં તાપી નદીમાં સરવેની કામગીરી શરૂ કરી છે.

Whatsapp Image 2018 06 19 At 8.27.30 Amએએઆઇની ટીમની નિરીક્ષણ કામગીરીમાં સિંચાઇ વિભાગના અધિકારીઓ પણ જોડાયા દરમ્યાન સોમવારે દિલ્હી એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની ટીમ સુરત સી-પ્લેનની શક્યતાની ચકાસણી કરવા આવી પહોંચી હતી. આ ટીમે વિયર કમ કોઝવે, કામરેજ સ્થિત ગાયપગલા સહિતના તાપી નદીના સ્થળો પર મુલાકાત કરી વિશેષ રિપોર્ટ તૈયાર કર્યો છે. જેથી ફિજીબીલીટીની ચકાસણી બાદ આગામી ટૂંક સમયમાં સી પ્લેન સેવા શરૂ થાય તેવી સંભાવના છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની ટીમે સોમવારે જ નર્મદા કેવડિયા કોલોનીની પણ મુલાકાત લીધી હોવાની માહિતી સાંપડી છે. એએઆઇની ટીમની નિરીક્ષણ કામગીરીમાં સિંચાઇ વિભાગના અધિકારીઓ પણ જોડાયા હતા.

સી પ્લેનને લઈને આ છે સરકારનો પ્લાન

સરકારની દેશમાં 100 જેટલી સી પ્લેન સેવા શરૂ કરવાની યોજના છે. શરૂઆતના તબક્કામાં દેશની લગભગ 111 નદીઓનો હવાઈપટ્ટી તરીકે ઉપયોગ થશે. સમુદ્રથી જોડાયેલી લગભગ 11000 કિમી સીમાઓથી હવાઈ સફર પણ શરૂ કરવાની તૈયારી છે. સી પ્લેન દરેક શહેર, ગામમાં પહોંચે તેવું આયોજન છે.

Seaplane

શું છે સી પ્લેનની વિશેષતાઓ

– 400 કિ.મી. પ્રતિ કલાકની ઝડપ
– 01 ફૂટ પાણીમાં પણ ઊતરી શકે
– 10-15 સિટિંગ કેપેસિટી વિમાનની
– 11000 કિમી સમુદ્રથી જોડાયેલી સીમાઓથી હવાઈ સફર પણ શરૂ કરવાની તૈયારી છે.
-જમીન અને પાણી બંને જગ્યાએથી ઉડાણ ભરી શકે છે અને બંને પર લેન્ડ કરી શકે છે.
-માત્ર 300 મીટરની લંબાઈવાળા જળાશયનો ઉપયોગ હવાઈપટ્ટી તરીકે કરી શકાય

વિયર કમ કોઝવે અને કામરેજ સ્થિત ગાયપગલા ખાતે ચકાસણી

Whatsapp Image 2018 06 19 At 8.27.34 Am

સોમવારે દિલ્હી એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની ટીમ સુરત સી-પ્લેનની શક્યતાની ચકાસણી કરવા આવી પહોંચી હતી. આ ટીમે ચકાસણી બાદ વિશેષ રિપોર્ટ તૈયાર કર્યો છે.

દેશમાં 10 હજાર સી-પ્લેન શરૂ કરાશે

કેન્દ્રના પરિવહન મંત્રી નીતીન ગડકરીએ ડિસેમ્બર 2017માં દેશમાં 10 હજાર સી-પ્લેન શરૂ કરવાની જાહેરાત કરી હતી. હાલમાં ગોવા અને અંડમાન તથા કેરળમાં 90 સી-પ્લેન સેવા ચાલે છે. શરૂઆતના તબક્કામાં દેશની લગભગ 111 નદીઓનો હવાઈપટ્ટી તરીકે ઉપયોગ થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.