Abtak Media Google News

કોલેજ દ્વારા ડિપ્લોમા ડિગ્રી અને અન્ય કોર્ષની બોગસ ડિગ્રી આપવામાં આવે છે

ગુજરાત ન્યૂઝ

આમ આદમી પાર્ટીના ફ્રન્ટલ સંગઠન પ્રમુખ પ્રવીણ રામ અને શિક્ષણ સેલ દ્વારા સચૅ ઓપરેશન કરી કોલેજના કૌભાંડ બહાર પાડવામાં આવ્યા છે. જેમાં બોગસ ડિગ્રી વેચીને કોલેજો કરોડો રૂપિયા કમાઈ લે છે તેવી કોલેજમાં એક નામ સ્વર્ણિમ યુનિવર્સિટીનું પણ છે.

Aap11

આ કોલેજ દ્વારા ડિપ્લોમા ડિગ્રી અને અન્ય કોર્ષની અંદર બોગસ ડિગ્રી આપવામાં આવે છે. જેમકે કોઈ વિદ્યાર્થીઓએ ITI અથવા ડિપ્લોમા કરેલું હોય અને કારકિર્દીમાં આગળ વધવા માટે અથવા તો પ્રમોશન મેળવવા માટે તેમની ડિગ્રીની જરૂર હોય તેવા લોકો જે  એજ્યુકેશન માટે ટાઈમ ફાળવીના શકતા હોય તેવા વિદ્યાર્થીઓને આ કોલેજમાં એડમિશન આપવામાં આવે છે. આ ઉપરાંત તેમને ખાતરી આપવામાં આવે છે કે તમારે એક પણ દિવસ કોલેજે આવવાનું રહેશે નહીં ફક્ત પરીક્ષા દરમિયાન આવવાનું રહેશે.

વિડીયો જોવા અહી ક્લિક કરો 

વાત એટલાથી જ નથી અટકતી પરીક્ષા આપવા માટે પણ સેટિંગ હોય છે તેમને પાસ કરવા માટે અગાઉથી જ પેપર આપવામાં આવતું હોય છે અથવા તો તેમને લખાવવામાં આવે છે. આગળ વીડિયોમાં તમે જોશો કે આ કોલેજે સુરતના 300 કરતાં વધારે વિદ્યાર્થીઓને એક જ સમયે પરીક્ષા આપી પાસ કરી સર્ટિફિકેટ આપી દીધેલા છે અને તેનો ઉલ્લેખ વીડિયોમાં પણ કરવામાં આવ્યો છે. જો આ જ રીતે બોગસ ડિગ્રીઓ આપવાનું ચાલુ રહ્યું તો તેનું વરવું પરિણામ જનતાને અને દેશને ભોગવવાનું રહેશે.

અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જન જાતિ એટલે કે SC/STના વિદ્યાર્થીઓને આવી યુનિવર્સીટીમાં પ્રવેશ આપી સરકાર પાસેથી  કરોડો રૂપિયા ખંખેરી લેવામાં આવે છે. વિડિઓમાં જોવા મળશે કે જયારે સમાજ કલ્યાણ કચેરી તપાસમાં આવે ત્યારે અધિકારી યુનિવર્સીટીને જાણ કરી દે છે જેથી આ લોકો હાજરી પત્રક અને અન્ય વસ્તુ તૈયાર રાખે વિડિઓમાં આ ભાઈ કહે છે કે ચેકીંગ આવતા મેં એક જ દિવસ માં 8 મહિનાની હાજરી પત્રક બનાવી બધા માં p-p કરી દીધા…

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.