Abtak Media Google News

બબ્બે વખતે કોરોનાગ્રત થયા હોવા છતાં જૂનાગઢ સિવિલમાં લેબ ટેકનિશિયન તરીકે ફરજ બજાવતા કુવારયા અર્ચનાબેન

શહેર તથા જિલ્લામાં કોરોના કાળો કેર મચાવ્યો છે ત્યારે જૂનાગઢની સિવિલ હોસ્પિટલનો તમામ સ્ટાફ રાત દિવસ એક કરી દર્દીઓની સેવા કરી રહ્યો હતો. ત્યારે જૂનાગઢમાં રહેતા એક પરિવારની બે દીકરીઓ પોતાની માતાએ આપેલી શીખને કાયમ રાખી, બે બે વખત કોરોના ગ્રસ્ત થઈ હોવા છતાં  દર્દીઓની આવીરત સેવા કરતી રહી હતી.

પિતાની છત્રછાયા તો અમારા નશીબમાં નથી, પરંતુ માતાએ સંઘર્ષ કરી જે શિક્ષણ આપ્યું છે, અને માતાને જેનો ગર્વ છે. એ કામગીરી અમે ખુશીથી નિભાવી રહ્યા છીએ અને કોરોના ગ્રસ્ત દર્દીઓની સાથે અનેક દર્દીઓ માટેની અમારી ફરજ અમે પૂર્ણ નિષ્ફળતાથી સેવા સમજી બજાવી રહ્યા છીએ. જો કે આ દરમિયાન બે વખત કોરોના સંક્રમિત થયા, પરંતુ કોરોનાને મહાત આપી ટૂંકા સમયમાં જ ફરજ ઉપર પહોંચી, કોરોના ના પિક અપ પિરિયડમાં પણ લોકોની વધુમાં વધુ સેવા કરવાનો અમૂલ્ય પ્રયાસ કર્યો છે. આ શબ્દો છે જૂનાગઢની સિવિલ હોસ્પિટલ માં લેબ.ટેકનિશિયન  તરીકે ફરજ બજાવતી અને પાર્ટી કલેક્શન કરતી કુવારયા અર્ચનાબેન અને કુંવરિયા ઉર્વશીના.

અર્ચના જણાવે છે કે છેલ્લા 12 મહિનાથી તે સિવિલ હોસ્પિટલમાં રેપિડ કલેક્શન અને લેબ ટેકનિશિયન તરીકે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવે છે અને બે વખત પોઝિટિવ થવા છતાં ડર્યા વગર કોરોના ગ્રસ્ત અને અન્ય દર્દીઓ માટે સોંપવામાં આવેલ ફરજને સુપેરે નિભાવી, ફરજને સેવા ગણી તેમણે મેળવેલા શિક્ષણનો સદુપયોગ કરવાનો મોકો મળ્યો હોવાનું જણાવી રહી છે.

પોતાની બન્ને દીકરીઓ જીવના જોખમે દર્દીઓની સારવાર માટે જરૂરી એવા પરીક્ષણ શ્રેત્રમા જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં લેબ ટેકનીશ્યન ફરજ બજાવી રહી છે. તેનું તેની માતા  ગીતાબેન ધીરુભાઈ ગોવાળિયાને પણ ગર્વ છે,  બંને દીકરીઓની કોરોના ગ્રસ્ત દર્દીઓ માટેની સેવા બદલ ખુશ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.