Abtak Media Google News

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેનના રાજીનામાંની માંગ

 

અબતક, જામનગર

હેડકર્લાક પેપરલીક મામલે જામનગરમાં ગુરૂવારે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ લાલ બંગલા સર્કલમાં ધરણાં કરી સૂત્રોચ્ચાર અને દેખાવ કર્યા હતાં. પોલીસે આપના 17 કાર્યકરોની અટકાયત કરી હતી. હેડ કલાર્કની પરીક્ષાના પેપરલીક મામલે જામનગરમાં ગુરૂવારે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા લાલ બંગલા સર્કલમાં ધરણાં કર્યા હતાં. આ તકે આપના કાર્યકરોએ અસિત વોરાના રાજીનામાની માંગણી કરી સૂત્રોચ્ચાર કર્યા હતાં. આથી પોલીસે આપના 17 કાર્યકરોની અટકાયત કરી હતી. આપના પ્રકાશ દોંગાએ જણાવ્યું હતું કે બોર્ડ-નિગમમાં લાયકાતના ધોરણે નિમણૂંકો થતી નથી પરંતુ ભાજપના આગેવાનોને ગોઠવી દેવાયા છે.

પેપરલીકનો છેલ્લા ત્રણ વર્ષથી સીલસીલો ચાલે છે. આ સમયે આપના કાર્યકરોએ સુત્રોચાર કરીને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ આસિત વોરાના રાજીનામાની માંગણી કરી હતી. પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવ્યા પછી આપના પ્રદેશ મંત્રી દયાબેન મકવાણા શહેર પ્રમુખ આશિષ સોજીત્રાએ પોલીસ મથકમાં જ ધરણા કર્યા હતાં

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.