Abtak Media Google News

ગ્રીનલેન્ડ ચોકડીથી રોડ શો ના થનારા પ્રારંભ પૂર્વે સિસોદીયા રણછોડદાસજી બાપુના આશ્રમે શિશ ઝુકાવશે

સ્થાનિક સ્વરાજયની ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટી વિજય વિશ્ર્વાસ સાથે મેદાને પડ્યું છે. દિલ્હીના ઉપમુખ્યમંત્રી અને શિક્ષણક્રાંતિ ના પ્રણેતા મનીષ સિસોિેદયાનો આવતી કાલે 7 ફેબ્રુઆરીએ ‘આપ’ દ્વારા એક ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યુ છે.

આપના પ્રદેશ સંગઠન મંત્રી અજીતભાઇ લોખિત તથા શહેર પ્રમુખ રાજભા ઝાલાએ આજે એક પત્રકાર પરિષદને સંબોધી હતી. અને જણાવ્યુ હતુ કે જો પ્રજાના વિશ્ર્વાસ પર ખરા ઉતરીશું તો રાજકોટ માટેનો ‘આપ’નો એજન્ડા ‘હવે કામની વાત કરીશુ’ એ જ છે. વધુમાં જણાવવામાં આવ્યું હતું કે પ્રજાહિતના કાર્યો કરવા માટે નૈતિક ઇચ્છાશક્તિની જરૂર છે એ સિવાય આવતીકાલે થનારા રોડ શો વિશે જણાવતા તેઓએ કહ્યું હતુ કે પ્રજાહિતના કાર્યો કરવા માટે નૈતિક ઇચ્છાશકિતની જરૂર છેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેે. એ સિવાય આવતીકાલે થનારા રોડ શો વિશે જણાવતા તેઓએ કહ્યું હતુ કે દિલ્હીમાં ભ્રષ્ટાચાર મુકત, ઇમાનદાર સાશન ચલાવીને સમગ્ર દેશમાં કામની રાજનીતિની શરૂઆત કરી છે. આમ આદમી પાર્ટી આ કામની રાજનીતિ પુરા દેશમાં પ્રસ્થાપિત કરવા સતત પ્રયત્ન કરી રહી છે. તેના ભાગરૂપે ગુજરાતમાં પણ આવનાર સ્થાનિક સ્વરાજયની ચૂંટણી લડવાનો નિર્ણય ‘આપ’ દ્વારા 6 માસ પૂર્વે જ જાહેર કરી દેવામાં આવ્યો છે. ત્યારે રાજકોટમાં પણ રાજનીતિમાં બદલાવના ઉદ્દેશ સાથે ઇમાનદાર, પ્રતિષ્ઠિત અને શિક્ષિત યુવાઓને પાર્ટીમાં જોડીને રાજકોટ મહાનગર પાલિકાની ચૂંટણી લડવા પ્રેરિત કર્યા છે. જેથી રાજકોટમાં ‘આપ’ના બેનર હેઠળ અનેક કાંતિકારી યુવાનો અને યુવતીઓ આપમાંથી ચૂંટણી લડી રહ્યા છે. તેવા સમયે આપના રાષ્ટ્રીય અને પ્રદેશ નેતૃત્વ ‘આપ’ ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવે તે માટે સતત પ્રયત્નશીલ છે, છેલ્લા ઘણા સમયથી દિલ્હીના કેબીનેટ મંત્રીઓ, ધારાસભ્યો અને પાર્ટીના કદાવર નેતાઓ ગુજરાતમાં સતત પ્રવાસો કરી રહ્યા છે.

ચાર કલાકના રોડ શોમાં ‘આપ’ના 72 ઉમેદવારો સહિત હજારો કાર્યકર્તાઓ જોડાશે

સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થઇ ચૂકી છે અને રાજકોટમાં આપ દ્વારા બધા વોર્ડમાં 72 ઉમેદવારો જાહેર થઇ ચૂકયા છે. ત્યારે દિલ્હીના ઉપમુખ્યમંત્રી અને એજયુકેશન મિનિસ્ટર અને દિલ્હીમાં શિક્ષણ કાંતિના પ્રણેતા મનીષ સીસોદીયાજી રાજકોટમાં ચૂંટણી પ્રચાર અર્થે આવતીકાલે રાજકોટ આવી રહ્યા છે. અને તેમનો ભવ્ય રોડ શો યોજવામાં આવનાર છે. જે રાજકોટ અને ગુજરાતની જનતાને સ્પષ્ટ સંદેશ છે કે આપ ગુજરાતમાં ખુબ જ ગંભીરતાથી આગળ વધી રહી છે. અને ખરા અર્થમાં જનતાનો વિકલ્પ બનવા થઇ રહી છે. અત્રે નોંધનીય બાબત એ છે કે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજમાં પહેલીવાર ભાજપ-કોંગ્રેસ સિવાય ત્રીજો પક્ષ આટલી મોટી સંખ્યામાં ઉમેદવારો ઉતારી રહ્યો છે.

મનીષ સિસોદીયાજીના રાજકોટમાં યોજાનાર રોડ શોની માહિતી આપતા લોખીલ અને ઝાલાએ જણાવ્યું હતું કે તેઓ રણછોડદાસજી બાપુના આશ્રમે દર્શન કરવા જશે અને રોડ શો નો પ્રારંભ કરશે અને સરદાર પટેલની પ્રતિમા, બહુમાળી ભવન પાસે પૂર્ણ થશે. અંદાજિત 4 કલાકના રોડ શોમાં આશરે 20 કિ.મી જેટલ રૂટ બનાવીને મોટાભાગના રોડ કવર કરવાનો પ્રયત્ન કરાશે. રોડ શો દરમિયાન અનેક સ્થાનો પર સિસોદીયાજીનું સ્વાગત કરાશે.

રોડ શો ને સફળ બનાવવા જીણવટ આયોજન કરીને અલગ અલગ ટીમો બનાવીને આગેવાનોને જવાબદારી સોંપવામાં ટઆવી છે. આ રોડ શોમાં ‘આપ’ના હજારો કાર્યકર્તા પોતપોતાના મોટર સાયકલ સાથે જોડાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.