Abtak Media Google News

‘આપ’ ભાજપની બી ટીમ હોવાના કોંગી નેતાના આક્ષેપથી ખળભળાટ

કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય પ્રવક્તા અને કોંગ્રેસ વર્કીંગ કમીટીના સદસ્ય ડો.અજોય કુમારે જણાવ્યું હતું કે, આપ પાર્ટીએ ‘અરવિંદ એડવર્ટાઈઝિંગ પાર્ટી’, અરવિંદ એક્ટર્સ પાર્ટી, કે અરવિંદ એશ પાર્ટી છે. આપ પાર્ટીએ માત્ર જાહેરાતોની રાજનીતિ કરે છે. આપ પાર્ટીએ અલગ-અલગ અખબારો અને ટીવી ચેનલોમાં વર્ષ 2015માં 81 કરોડની. વર્ષ  2017-18માં 117 કરોડ, વર્ષ 2019માં 200 કરોડ, વર્ષ 2021-22માં લગભગ 490 કરોડ ની જાહેરાતો આપી હતી. કોંગ્રેસ પક્ષના તત્કાલીન મુખ્યમંત્રી શીલા દીક્ષિતના સમયે દિલ્હી સરકારનું જાહેરાત માટેનું બજેટ માત્ર 11 કરોડ હતું પરંતુ આપ પાર્ટી માત્ર જાહેરાતો પાછળ કરોડો રૂપિયા ખર્ચી રહી છે.

ગુજરાતની આવનારી વિધાનસભાની ચૂંટણી માટે પંજાબની આપ સરકાર દ્વારા ગુજરાતના વિવિધ દૈનિક અખબારો અને ટીવી ચેનલોને રૂ. 36 કરોડ જેટલી માતબાર રકમ ચુકવી હોવાની વિગતો સામે આવી રહી છે. જ્યારે  છેલ્લા 7 દિવસમાં પંજાબ સરકાર પગાર ચૂકવવા સક્ષમ નથી અને કેન્દ્ર સરકાર પાસે વધુ નાણાંની માંગ કરી રહી છે. સ્કોલરશિપ સ્કીમની જાહેરાતમાં 19 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. પરંતુ 19 કરોડની જાહેરાત બાદ પણ શિષ્યવૃત્તિ યોજનામાં માત્ર 2 બાળકોને 20 લાખની શિષ્યવૃત્તિ આપી. તેવી જ રીતે દિલ્હીનું વાતાવરણ સાફ કરવા સ્ટબલ ડિકમ્પોઝરની જાહેરાત પાછળ 23 કરોડ ખર્ચ્યા અને કામ માત્ર 5 લાખનું કરવામાં આવ્યું.

આપ પાર્ટી દ્વારા દિલ્હીનું શિક્ષણ મોડલની વારંવાર ચર્ચા કરે છે. જો આટલું સારું શિક્ષણ મોડલ હોત તો ખાનગી શાળાઓમાં બાળકોની સંખ્યા કેમ વધી રહી છે ? કોવિડના સમયે બાળકો મજબૂરીમાં સરકારી શાળામાં ગયા હતા, કોવિડ પુરો થતા જ પાછા ખાનગી શાળાઓમાં ગયા. 6 હજાર ક્લાસ રૂમ બનાવ્યાના ખોટા દાવા સામે આપ પાર્ટીએ માત્ર 4 હજાર ક્લાસ રૂમ બનાવ્યા છે, જેના માટે 7 હજાર ક્લાસ માટેની ચૂકવણી કરી છે, . કોંગ્રેસ પક્ષના તત્કાલીન મુખ્યમંત્રી શીલા દીક્ષિત ના સમયમાં 12મા ધોરણમાં પાસ થયેલા બાળકોની ટકાવારી 90 ટકા હતી, જે આપના કહેવાતા ‘શિક્ષણ મોડલ’માં ઘટીને 81 ટકા થઈ ગઈ છે.

જાહેરાતો વગરની શીલા દીક્ષિતની સરકારે 11 કરોડનો ખર્ચ કર્યો છે અને અત્યાર સુધી આપ પાર્ટીએ 8 વર્ષમાં લગભગ એક હજાર કરોડનો ખર્ચ કર્યો છે, આ વર્ષે તેમણે જાહેરાતોમાં 490 કરોડનો ખર્ચ દર્શાવ્યો છે. વધુમાં પંજાબમાં આપ પાર્ટીની શિક્ષણ નીતિના કારણે 2 લાખ વિદ્યાર્થીઓ ઓછા થયા.  અરવિંદ કેજરીવાલ 10 લાખ લોકોને નોકરી આપ્યાના દાવા સામે આર.ટી.આઈ.માં મળેલ માહિતી મુજબ વર્ષ 2018 માં માત્ર એક વ્યક્તિને વર્ષ 2019માં 260 અને વર્ષ 2020 માં 23, આ તેનું સત્ય અને ઇચ્છા છે. ગુજરાતમાં જઈને કહો કે અમે 10 લાખ લોકોને નોકરી આપી છે.

દિલ્હીમાં જેટલા પણ રસ્તાઓ બન્યા તે  શીલા દીક્ષિતના સમયમાં બન્યાં, આપ પાર્ટીએ દિલ્હીમાં એક પણ નવો ફ્લાયઓવર નથી બનાવ્યો.  ડાયરેક્ટર જનરલ ઑફ હેલ્થ સર્વિસિસ અનુસાર આપ પાર્ટીએ દિલ્હીમાં એક પણ નવી હોસ્પિટલ નથી બનાવી, તમામ હોસ્પિટલો  શીલા દીક્ષિત  દ્વારા બનાવવામાં આવી હતી.

ભ્રષ્ટાચારની વાતમાં પણ આપ પાર્ટી મોખરે છે. અરવિંદ કેજરીવાલના વિશ્વાસુ એવા શ્રી વિજય નાયર પર એક મહિલાની છેડતીનો આરોપ છે તેવા વ્યક્તિને આટલી મહત્વની જવાબદારી કેમ આપી?  વિજય નાયર જે હાલમાં ફરાર છે, તેઓ દિલ્હી સરકારની દારૂની નીતિના મુખ્ય આરોપી તરીકે છે.  દિલ્હીની લિકર પોલિસીને શ્રી અરવિંદ કેજરીવાલ દ્વારા 100 ટકા ખાનગી બનાવવામાં આવી. અગાઉ 60 ટકા ખાનગી અને 40 ટકા સરકારના હાથમાં હતું.  પહેલા જો કોઈને ટેન્ડર લેવાનું હોય તો તેના માટે ડિપોઝીટ માત્ર 25 લાખ હતી, જેને શ્રી અરવિંદ કેજરીવાલે તેને 5 કરોડ કરી દીધા, જેથી ક્ષુલ્લક લોકોને દૂર રહે અને 12-13 મળતીયા લોકોને ટેન્ડર મળે.

અરવિંદ કેજરીવાલે દારૂની બોટલમાં 750 ળહ ની નાની બોટલ, જેની કિંમત 350 રૂ.માં સરકારને લગભગ 223 રૂપિયા ટેક્સ મળતો હતો. જે ટેક્સ ઘટાડીને રૂ. 1.90 કરી દીધો છે. જો તમે ખાનગી કંપનીને બોટલ દીઠ રૂ. 220 નો નફો કર્યો હોય તો તમે સમજી શકશો કે આ પૈસા ક્યાં જાય છે?  ગુજરાતની ચૂંટણીમાં, હિમાચલની ચૂંટણીમાં, તેમના મંત્રીના ખિસ્સામાં, તેમના ઘરમાં, બેંક ખાતામાં તેની સ્પષ્ટતા કરવામાં આવી નથી. તેવી રીતે ડી.ટી.સી.ની 1,000 નવી બસો માટે ટેન્ડર પાસ કર્યા હતા. નવી બસોમાં કોન્ટ્રાક્ટમાં લખેલું છે કે બે વર્ષ માટે મેઈન્ટેનન્સ ફ્રી છે, તેમ છતાં  અરવિંદ એક્ટર્સ પાર્ટીએ 30 રૂપિયા પ્રતિ કિલોમીટરનો મેઈન્ટેનન્સ કોન્ટ્રાક્ટ આપ્યો હતો, એટલે કે તમે નવી કાર ખરીદો, પ્રથમ સર્વિસિંગ ફ્રી છે, બીજી ફ્રી પણ અરવિંદ કેજરીવાલે કહ્યું કે ના, હું એક ખાનગી કંપનીને પ્રતિ કિલોમીટર 30 આપવા માંગુ છું. જ્યાં તેની પાસે બે વર્ષ સુધી ફ્રી એમસી હતું.શું આ ભ્રષ્ટાચાર નથી ? આપ પાર્ટીનું આ સૌથી મોટું ભ્રષ્ટ મોડલ પૈકીનું એક છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.