Abtak Media Google News

ન્યાલભગત અન્નક્ષેત્ર દ્વારા અનેકવિધ આયોજનો: ‘અબતક’ને અપાઈ વિશેષ વિગતો

સત્યયુગાવતાર આત્મન ભગવાન પ્રેરિત બ્રહ્મમંત્ર ‘ફ ર્હ્રીં રામ જયરામ જયજયરામ’ની અખંડ ધૂન છેલ્લા ૨૮ વર્ષથી ન્યાલભકત અન્નક્ષેત્ર, ગોંડલ રોડ, રાજકોટ, સત્યયુગ રામજીમંદિરે ચાલી રહી છે. તેમજ ગોંડલમાં બાલા હનુમાનજી મંદિરે છેલ્લા ૩૯ વર્ષથી બ્રહ્મમંત્રની અખંડધૂન ચાલી રહી છે. આત્મન ભગવાનના ૧૦૨ના આવિર્ભાવ મહોત્સવ પ્રસંગે તા.૧૫ને બુધવારના રોજ સવારે ૭ કલાકે પ્રાગટય આરતી તથા સવારે ૭ થી ૯ સમૂહધૂન ભજનો અને સાંજે સંધ્યાઆરતી ૭.૩૦ કલાકે સમૂહધૂન ભજનો સાંજે ૭ થી ૧૦ રાખવામાં આવેલ છે.

Advertisement

સમગ્ર વિશ્વના કલ્યાણમાં જ વ્યકિતનું સર્વોચ્ચ શ્રેય અને વ્યકિતની આધ્યાત્મિક ઉન્નતિમાં જ વિશ્વની વાસ્તવિક પ્રગતિનું દિવ્ય અધ્યાત્મ વિજ્ઞાન આપનાર આત્મનભગવાને અમેરિકામાં આંતરરાષ્ટ્રીય કાયદામાં પી.એચ.ડી. સુધીનો અભ્યાસ કર્યો હતો. એ સાથે વર્ષોની કઠીન અધ્યાત્મ સાધનાઓ દ્વારા તેઓએ કહ્યું કે પરમાત્માના સત્ય અવતારોની એટલે કે દૈવી સંપતિની એટલે કે નૈતિક આધ્યાત્મિક આદર્શોની રક્ષા માટે તથા અનિષ્ટોનું નિર્મૂલન કરવા અને વિશ્વમાં સત્ધર્મની સ્થાપના માટે યુગે યુગે અવતાર ધારણ કરે છે.

ઈ.સ. ૧૯૧૭ શ્રાવણ સુદ ૫ના આત્મન ભગવાનનો સૌરાષ્ટ્રની ધરતીપર આવિર્ભાવ થયો. ઋતની સ્થાપના માટે, કરૂણાની આધારશીલા, પર સર્વજીવોની રક્ષાર્થે, સર્વવ્યાપક, સત્ સંસ્થાપક સત્ધર્મનું વિશ્વને દિવ્ય પ્રદાન કર્યું.

આ કાર્યક્રમની વિગતો આપવા મણીભાઈ કોટક, વૈધ મુકુંદભાઈ વ્યાસ, રાહુલભાઈ જોશી, સુરેશભાઈ વોરા અને કિરીટભાઈ પિત્રોડા સહિતનાક ‘અબતક’ની મુલાકાતે આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.