Abtak Media Google News

શહેરના રોડ-રસ્તા પર પડેલા ખાડાઓમાં મહોરમ નાખી કામ ચલાવતી નગરપાલિકા

ચોટીલા નગરપાલિકા તંત્ર પાંચ મહિનાથી રસ્તાના કામ પુરા કરવામાં ઠાગાઠૈયા કરી રહ્યું  હોવાથી પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી હતી. રસ્તાના અધુરા કામથી ખાડામાં વરસાદી પાણી ભરાતુ અને કીચડથી લોકો અને વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડતી હતી. સાથોસાથ ચોટીલા શહેરમાં ઠેર ઠેર  જગ્યાએ કચરાના ઢગલાઓ જોવા મળતા જેના કારણે રોગચાળામાં પણ વધારો થયેલો જોવા મળેલ.

ત્યારે ‘અબતક’ દ્વારા તાજેતરમાં જ રોડ રસ્તાના અધુરા કામ બાબતે તથા ગંદકીના ઢગલા બાબતે અહેવાલ પ્રસિઘ્ધ કરતા ચોટીલા નગરપાલિકા હરકતમાં આવ્યું છે. અને જે છેલ્લા પાંચ માસથી પણ વધુ સમયથી ચોટીલા પેટ્રોલ પંપથી લઇને ચોટીલા બાઉન્ડ્રી સુધી રોડ રસ્તાનું કામ અધુરું હતું. તે ફરીથી તંત્ર દ્વારા શરુ કરવામાં આવ્યું છે. તથા ચોટીલા શહેરમાં જયાં જયાં કચરાના ઢગલાઓ હતા. ત્યાં નગરપાલિકા દ્વારા કચરા ઉપાડવાનું કામ શરુ કરવામાં  આવ્યું છે તથા સાફ-સફાઇ કરવામાં આવી રહી છે.

રોડ રસ્તાનું કામ પૂર્ણ થયા બાદ ટ્રાફીક સમસ્યા હળવી થશે અને દરરોજ તંત્ર દ્વારા સાફ સફાઇ કરવામાં આવશે. જેનાથી રોગચાળો વકરતો અટકી જશે. ત્યારે ચોટીલા શહેરમાં ગામ વચ્ચે આવેલો બસ સ્ટેશનથી થાનગઢ ચોકડી સુધીનો મેઇન રોડ પર પાણીની પાઇપલાઇન નાખી હોવાથી ઘણા મહિનાથી મોટા ખોટાઓ પડયા હોવાથી લોકો હેરાન પરેશાન થતાં. ‘અબતક’ દ્વારા અહેવાલ પ્રસિઘ્ધ કરવામાં આવેલ બાદ નગરપાલિકા દ્વારા શહેરના તૂટેલા રોડ પર પડેલા ખાડાઓમાં મહોરમ, માટીથી પુરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે આ બિસ્માર હાલતના રોડ ઉપર માટીથી ખાડાઓ બુરવામાં આવેલ ત્યારે જોવાનું એ રહ્યું કે કેટલો સમય સુધી ટકી રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.