“અબતક” સુરભી રાસોત્સવના પ્રિન્સને સેલ્યુટો અને પ્રિન્સેસને ફસીનો સહિતના લાખેણા ઇનામોની વણઝાર

સિનીયર પ્રિન્સ રૂહેન સોલંકી, સિનીયર પ્રિન્સેસ વૈભવી મહેતા, જૂનિયર પ્રિન્સ કેતન મકવાણા અને જૂનિયર પ્રિન્સેસ સુહાસી ગોસાઈ  બેસ્ટ ગ્રુપમાં પ્રથમ ક્રમે આવેલા સપ્તક ગ્રુપ, દ્વિતીય  જયશ્રી કૃષ્ણ, તૃતિય ક્રમે રામલીલાડેન્યુબ પ્રોપર્ટીઝ પ્રેઝન્ટસ ‘અબતક’ સુરભી રાસોત્સવમાં નવરાત્રીના છેલ્લા દિવસે ગઈકાલે વિજેતા ખેલૈયાઓને લાખેણા ઈનામોથી નવાજવામાં આવ્યા હતા.

સિનીયર પ્રિન્સ ‚હેન સોલંકીને સેલ્યુટો બાઈક, સિનીયર પ્રિન્સેસ વૈભવી મહેતાને ફસીનો સ્કૂટર, જૂનિયર પ્રિન્સ કેતન મકવાણા તેમજ જૂનિયર પ્રિન્સેસ સુહાસી ગોસાઈને સાઈકલ આપીને સન્માનીત કરવામાં આવ્યા હતા. આ સાથે બેસ્ટ ગ્રુપમાં પ્રથમ ક્રમે આવેલા સપ્તક ગ્રુપને ૫૧,૦૦૦, દ્વિતીય ક્રમે આવેલા જયશ્રી કૃષ્ણ ગ્રુપને ૨૧,૦૦૦ અને તૃતિય ક્રમે આવેલા રામલીલા ગ્રુપને ૧૧,૦૦૦નો રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.