Abtak Media Google News
  • એટીએસ દ્વારા 315 જેટલાં બેંક એકાઉન્ટની તપાસ શરૂ : મોટા ઘટસ્ફોટના એંધાણ

જુનાગઢ એસઓજી પોલીસ તોડકાંડમાં ફ્રીઝ થયેલા એકાઉન્ટ અનફ્રીઝ કરવા બાબતે પોલીસ દ્વારા આચરવામાં આવેલા તોડકાંડમાં ફરાર એએસઆઈ દીપક જાનીની ગુજરાત એટીએસએ અટકાયત કરી છે. એટીએસના અધિકારીઓ દ્વારા દીપક જાનીની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. એકાઉન્ટ ફ્રીઝ કરવા બાબતે જે નોટિસ આપવામાં આવી હતી તે અંગે તપાસ થઈ રહી છે. ફરિયાદી કાર્તિક ભંડેરીના નિવેદન બાદ દીપક જાનીની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

જુનાગઢ તોડકાંડમાં ગુજરાત એટીએસ દ્વારા ડીઆઈજી દીપન ભદ્રનના સુપર વિઝનમાં વિશેષ ટીમ બનાવીને તપાસ શરૂ કરવામાં આવી છે. આ તોડકાંડમાં જુનાગઢ માણાવદરના સર્કલ પોલીસ ઈન્સપેક્ટર તરલ ભટ્ટ, એસઓજી પી.આઈ. એ.એમ. ગોહિલ અને એએસઆઈ દીપક જાનીની ત્રિપુટીએ મળીને સૌથી મોટો તોડબાજી આચરી હોવાનું સામે આવ્યુ છે. ફરિયાદી દીપક ભંડેરીની ફરિયાદ બાદ સમગ્ર કૌભાંડ સામે આવ્યુ છે. આ તોડકાંડમાં હાલ એએસઆઈ દીપક જાનીની અટકાયત કરાઈ છે જો કે સીપીઆઈ તરલ ભટ્ટ અને એસઓજીના પોલીસ એ.એમ. ગોહિલ હજુ ફરાર છે. ગુજરાત એટીએસના અધિકારીઓ દ્વારા હાલ એએસઆઈ દીપક જાનીની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. જેમા એકાઉન્ટ ફ્રીઝ કરવા બાબતે નોટિસ આપવામાં આવી હતી તેને લઈ તપાસ શરૂ કરાઈ છે. ફરિયાદી કાર્તિક ભંડારીના નિવેદન બાદ દીપક જાનીની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

ઈ ગેમિંગના નામે મોટા આર્થિક વ્યવહાર કરાયાનો હવાલો આપી બેંક એકાઉન્ટ ફ્રીઝ કર્યા બાદ અનફ્રીઝ કરવાના નામે લાખો રૂપિયાના તોડકાંડની તપાસનો ધમધમાટ એટીએસ દ્વારા શરૂ થયો છે. જેમા જુનાગઢના માણાવદરના સીપીઆઈ તરલ ભટ્ટની માણાવદરની ઓફિસ અને જુનાગઢ તેમજ અમદાવાદ ખાતેના મકાન પર તપાસ કરાઈ હતી. આ સમગ્ર કેસમાં એસઓજી ઓફિસના સીસીટીવી પણ એકત્ર કરવામાં આવ્યા છે. જે મહત્વના સાબિત થઈ શકે છે. જેમા તરલ ભટ્ટ સર્કલ સીપીઆઈ હોવા છતા એસઓજીની ઓફિસમાં અનેકવાર ગયા હોવાની જાણકારી પણ સામે આવી છે.

આપને જણાવી દઈએ કે જુનાગઢ માણાવદરના સર્કલ પોલીસ ઈન્સપેક્ટર તરલ ભટ્ટ, એસઓજીના પોલીસ એ.એમ ગોહિલ અને એએસઆઈ દીપક જાનીની ત્રિપુટીએ આચરેલા ગુજરાત પોલીસના સૌથી મોટા તોડકાંડને લઈને ગુજરાત એટીએસ દ્વારા ડીઆઈજી દીપન ભદ્રનના સુપર વિઝનમાં વિશેષ ટીમ બનાવીને તપાસ શરૂ કરવામાં આવી છે. જો કે કૌભાંડ સામે આવ્યા બાદથી ત્રણેય આરોપીઓ ફરાર હતા જેમા હવે એએસઆઈ દીપક જાનીની અટકાયત કરાઈ છે. જ્યારે અન્ય બેને શોધવા માટેની તજવીજ હાથ ધરાઈ છે. એકસાથે 335 જેટલા અનફ્રિઝ બેંક એકાઉન્ટની તપાસ શરૂ કરાઈ છે.

જૂનાગઢ તોડકાંડ કેસમાં એટીએસ દ્વારા તપાસ શરૂ કરી છે. જેમાં જૂનાગઢ એસઓજીની ઓફિસમાંથી બેંક એકાઉન્ટની ડિટેલ્સ મળી આવી છે. તેમજ 315 બેંક એકાઉન્ટની વિગતની તપાસ હાલ ચાલુ છે. ત્યારે તોડકાંડમાં જુદી જુદી બેંકના કર્મીઓની સંડોવણી સામે આવી છે. સિનિયરથી લઈ બેંક કર્મીઓની સંડોવણી સામે આવી છે. એસઓજીની કચેરીમાંથી થયેલા ફોન કોલની તપાસ કરાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.