Abtak Media Google News

તહેવારોની સિઝનમાં મોટી ઓટોમોબાઈલ કંપનીઓમાંની એક મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાની એસયુવી પર ભારે ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ એસયુવીમાં એક્સયુવી400, એક્સયુવી 300, બોલેરો અને બોલેરો નિયોનો સમાવેશ થાય છે.

મહિન્દ્રાની ઇલેક્ટ્રિક વ્હીકલ એક્સયુવી 400 પર સૌથી વધુ ઓફર્સ!!

એક રિપોર્ટ અનુસાર નવેમ્બરમાં મહિન્દ્રાના એકમાત્ર ઇલેક્ટ્રિક વાહન એક્સયુવી 400 પર સૌથી મોટું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. વેરિઅન્ટના આધારે આ મોડેલ પર ડિસ્કાઉન્ટ 1.5 લાખ રૂપિયાથી લઈને 3.5 લાખ રૂપિયા સુધીની છે. તેના ટોપ એન્ડ વેરિઅન્ટ પર મહત્તમ ડિસ્કાઉન્ટ 3.5 લાખ રૂપિયા અને મિડ-ટ્રીમ વેરિઅન્ટ પર 3 લાખ રૂપિયા છે. તાજેતરમાં કંપનીએ એક્સયુવી 400ને નવા ફીચર્સ સાથે અપડેટ કર્યું છે. તેમાં ઈલેક્ટ્રોનિક સ્ટેબિલિટી પ્રોગ્રામ, ટાયર પ્રેશર મોનિટરિંગ, ક્રૂઝ કંટ્રોલ અને ફોગ લેમ્પ જેવા ફીચર્સ છે. એક્સયુવી 400ની કિંમત રૂ. 15.99 લાખથી રૂ. 18.99 લાખ (એક્સ-શોરૂમ) વચ્ચે છે.

મહિન્દ્રાએ એક્સયુવી 400 ને પાંચ રંગોમાં ઉપલબ્ધ કરાવ્યું છે. આર્સીંગ બ્લુ, એવરેસ્ટ વ્હાઇટ, ગેલેક્સી ગ્રે, બ્લેક અને ઇન્ફિનિટી બ્લુ. તેમાં સાટિન કોપરનો ડ્યુઅલ ટોન વિકલ્પ પણ છે. મહિન્દ્રા દાવો કરે છે કે એક્સયુવી 400 નોન-લક્ઝરી સેગમેન્ટમાં સૌથી ઝડપી પ્રવેગક ક્ષમતા ધરાવે છે.

એક્સયુવી 300 પર 1.2 લાખ રૂપિયાના લાભો આપવામાં આવી રહ્યા છે. તેના ટોપ એન્ડ વેરિઅન્ટમાં સૌથી વધુ 95,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ છે. એક્સયુવી 300નું ડબ્લ્યુ6 વેરિઅન્ટ 80,000 રૂપિયાના ડિસ્કાઉન્ટ સાથે ખરીદી શકાય છે. તેમાં મહિન્દ્રા તરફથી લગભગ રૂ. 25,000ની કિંમતની ફ્રી એસેસરીઝ પણ સામેલ છે.

આ સિવાય બોલેરો અને બોલેરો નિયો પર 70,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ છે. બોલેરોના બી6 વેરિઅન્ટ પર મહત્તમ 70,000 રૂપિયા અને સ્ટાન્ડર્ડ બી6 વેરિઅન્ટ પર 35,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. તેના એન્ટ્રી-લેવલ બી4 વેરિઅન્ટ પર લગભગ 50,00 રૂપિયાના ફાયદા છે. આ સિવાય લગભગ 20,000 રૂપિયાની ફ્રી એસેસરીઝ પણ આપવામાં આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.