Abtak Media Google News

અદાણી યુનિવર્સિટીના યજમાન પદે વૈશ્વિક શિક્ષણ જાહેર ગોષ્ઠી સંપન્ન

શૈક્ષણિક વર્ષ 2022-23ના આંરભ અગાઉ અદાણી યુનિવર્સિટીના યજમાનપદે તાજેતરમાં વૈશ્વિક શિક્ષણ ગોષ્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. શિક્ષણ સંબંધી નવા અભિગમો અને નવી પહેલોની આપ – લે કરવા માટેની આ વિચાર ગોષ્ઠી શૈક્ષણિક પરિવર્તન અને વૈશ્વિક સ્થિરતા પર આધારિત હતી . આ વિચાર ગોષ્ઠીમાં વિવિધ ક્ષેત્રોના જાણીતા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય શિક્ષણવિદો અને ઉદ્યોગ નિષ્ણાતોને એક મંચ ઉપર હાજર રહીને શિક્ષણ માટે પરિવર્તન અને લાંબાગાળા માટેના પરિવર્તન વિષય અંતર્ગત વિચાર વિમર્શ કર્યો હતો.

અદાણી યુનિવર્સિટીના પ્રમુખ ડો . પ્રીતિ જી . અદાણીએ પ્રતિષ્ઠિત વક્તા પદ્મ વિભૂષણ , ડો . અનિલ કાકોડકર , યુનેસ્કોની અમેરીકા અને કેરેબિયનમાં ઉચ્ચ શિક્ષણની યુનેસ્કો ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટના ચીફ રિસર્ચ એન્ડ એનાલિસ્ટ ડો . વિક્ટોરિયા ગાલન મુરોસ અદાણી યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડો.અરુણ શર્મા , અદાણી યુનિવર્સિટીના પ્રોવોસ્ટ પ્રો . ડો . એમ.મુરુગનંત , ખ્યાતનામ શિક્ષણવિદો , પેનલના સભ્યો , ઉદ્યોગ જગતના મહાનુભાવો અને વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં આ વિચાર ગોષ્ઠી ખુલ્લી મૂકી હતી.

પદ્મ વિભૂષણ , ડો . અનિલ કાકોડક2ે ચર્ચાની શરૂઆત કરતા જણાવ્યું હતું કે , ” નવી ટેકનોલોજીનો વિકાસ નવા જ્ઞાનના સર્જન પર આધાર રાખે છે . તેથી સંશોધન અને વિકાસ જ્ઞાનના યુગનું મુખ્ય એન્જીન છે .

વિચારગોષ્ટીના પ્રમુખપદેથી સંબોધતા અદાણી યુનિવર્સિટીના પ્રમુખ ડો . પ્રીતિ જી . અદાણીએ જણાવ્યું હતું કે , ” ભારત વૈશ્વિક સપ્લાય ચેઇન્સના આંતરછેદ પર ઉત્પાદનનું હબ બનવા માટે વડા પ્રધાનના ’ મેક ઇન ઇન્ડિયા ’ અને મેક ફોર ધ વર્લ્ડના વિઝનને વ્યાપક દ્રષ્ટીએ અનુરૂપ છે.

પેનલિસ્ટ તરીકે સરકારી એજન્સીઓથી લઈને સંસ્થાઓ સુધીના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા – પ્રો . ડો . ભરત દહિયા , ડાયરેકટર , રિસર્ચ સેન્ટર ફોર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એન્ડ ઈનોવેશન , ગ્લોબલ સ્ટડીઝ , થમ્માસટ યુનિવર્સિટી , થાઈલેન્ડ , નીતિ આયોગના ઉચ્ચ શિક્ષણ નિયામક ડો . શશાંક શાહ , અને એનટીપીસી સ્કૂલ ઓફ બિઝનેસના પ્રો . ગોપી ચંદ્રન , પ્રોજેક્ટ લીડ ઇન્ડીઆના ડો . રૂમા ભાર્ગવ , વર્લ્ડ એજ્યુકેશન ફોરમના ફોર્થ ઇન્ડસ્ટ્રીઅલ ફોરમના પ્રો . અમિત ગર્ગ , આઇઆઇએમ – અમદાવાદના ડો પ્રદ્યુમ્ન વ્યાસ , વર્લ્ડ ડિઝાઇન ઓર્ગેનાઇઝેશનના બોર્ડ મેમ્બર  મહેશ રામાનુજમ , યુ.એસગ્રીન બિલ્ડીંગ કાઉન્સિલ , વોશિંગ્ટનના ઇમિજીએટ પાસ્ટ પ્રેસિડેન્ટ અને સી.ઇ.ઓ.  અતુલ બાગાઇ , યુએનઇપી ક્ધટ્રી ઓફિસના હેડ અને યુનેસ્કો ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટના ચીફ રિસર્ચ એન્ડ એનાલિસ્ટ ડો . વિક્ટોરિયા ગાલન મુરોસ અને કેરીબિઅને પર્યાવરણિય શિક્ષણ અને વધુ ટકાઉ ભવિષ્ય માટે યુનિવર્સિટીઓને એક એન્જીન તરીકે ગણતરીમાં લેવા સંબંધી ચાવીરુપ સંદેશાઓ પ્રસ્તુત કર્યા હતા .

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.