Abtak Media Google News

રાજકોટનું લઘુતમ તાપમાન 20 ડિગ્રીએ પહોંચ્યું: આગામી દિવસોમાં ઠંડી જોર પકડે તેવી હવામાન વિભાગની આગાહી

ધીમે ધીમે શિયાળો જામી રહ્યો છે. રાજ્યમાં ફૂલ ગુલાબી ઠંડીનો અહેસાસ શરૂ થઇ ગયો છે. ઉત્તર-પૂર્વના પવનો ફૂંકાતા ઠંડીનું જોર વધશે તથા હવામાન વિભાગનું અનુમાન છે કે રાજ્યમાં કંડલા, નલિયા, કચ્છના ઠંડીની વધુ અસર રહેશે.આગામી ત્રણ દિવસ હજી તાપમાન નીચું જવાની આગાહી કરવામાં આવી છે. શિયાળાની શરૂઆત થતાં 11 શહેરોમાં 20 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું હતું. જેમાં સૌથી નીચું તાપમાન 14.6 નલિયામાં નોંધાયું છે. નલિયામાં સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં બે ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો.

સામાન્ય રીતે નવેમ્બરના ચોથા સપ્તાહમાં નલિયામાં સરેરાશ લઘુતમ તાપમાનનો પારો 12 ડિગ્રીથી નીચે જતો જ હોય છે. બીજી તરફ રાજકોટમાં આજે 20 ડિગ્રીએ સરેરાશ લઘુતમ તાપમાનનો પારો રહ્યો હતો. આગામી 3 દિવસ ગાંધીનગરમાં 15 થી 17 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાઇ શકે છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસારઆગામી પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેશે અને આગામી 3 દિવસ તાપમાન યથાવત રહેશે. ત્યારબાદ તાપમાનમાં 2થી 3 ડીગ્રીનો વધારો નોંધાશે. ભારતના હવામાન વિભાગ દ્વારા કોઈપણ ઋતુ શરૂ થાય તેના પહેલા લાંબાગાળાનું અનુમાન જાહેર કરે છે. આવામાં નવેમ્બર મહિનામાં તાપમાન કેવું રહેશે, તેને લઈ અનુમાન જાહેર કર્યું છે.

ગુજરાતમાં નવેમ્બર મહિનામાં લઘુતમ અને મહત્તમ તાપમાન સામાન્ય રહેવાનું પૂર્વાનુમાન લગાવ્યું છે. તાપમાન સામાન્ય રહેવાના કારણે નવેમ્બર મહિનામાં કોલ્ડ વેવની કોઈ શકયતા નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.