Abtak Media Google News

ઋણ સ્વીકાર :

ઋણ સ્વીકાર, બ્રહ્મસંબંધી શરણ સ્વીકાર, ક્ષમા સ્વીકાર

આ સૃષ્ટિમાં સર્વે પ્રાણીઓમાં મનુષ્ય તરીકેનો અવતાર એ સૌથી શ્રેષ્ઠ અવતાર છે. પરમકૃપાળુ પરમાત્મા તરફથી આપણને મળેલ આ શ્રેષ્ઠ વિરાસત છે જેને માટે આપણે તેને બિરદાવીએ નહીં કે તેના ઋણનો સ્વીકાર કરીએ નહીં તો આપણે નગુણા જ કહેવાઈએ.

હજારો વર્ષ સુધી લખચૌરાસીની ભવાટવિમાંથી કૃપા કરીને આપે મને મુકિત આપી અને આ ભવમાં સર્વશ્રેષ્ઠ એવો મનુષ્યનો અવતાર અને તેમાં પણ ક્ષતિરહિત, અખંડ અને સુંદર દેહ પ્રદાન કર્યો છે જેને માટે હું આપનો અત્યંત ઋણી છું.

આપણા પૂર્વજન્મના કર્માનુસાર પ્રાપ્ત થયેલ આ મહામૂલી જિંદગી એ ઈશ્ર્વરનો જ પ્રસાદ છે. તેની પ્રતિતિ‚પે આપણાં જીવનમાં બનતા બનાવો, પ્રાપ્ત થતાં સુખ અને દુ:ખને સહજ રીતે સ્વીકારતા, ઈશ્ર્વરના અસ્તિત્વનો સ્વીકાર કરી મનમાં તથા હૃદયમાં તેનું સ્થાન કાયમ રાખતા આ એક તેનો કરેલો ઋણ સ્વીકાર જ છે તેમજ તેની ભકિત અને તેની શરણાગતિ માટે કરેલી પ્રાર્થના છે.

હે શ્રી શ્રીકૃષ્ણ ભગવાન, હે શ્રી શ્રીનાથજીબાવા, મારી આ કૃતજ્ઞતા તથા અરજ સ્વીકારો અને મને આપના શરણમાં સ્થાન આપો. હવે હું તમારે આધિન છું. હે શ્રી શ્રીકૃષ્ણ ! હું તમારો છું…તમારો છું…તમારો છું…મારો સ્વીકાર કરો.

* ઈશ્ર્વર કોઈપણ નામે કે કોઈપણ સ્વ‚પે સંપૂર્ણ અંતરયામી અને સર્વસમર્થ છે.

* આપને આપના હિતનું હશે તેજ, તેટલું જ અને જે તે સમયે જ આપશે.

* આપણી પ્રાર્થના ઉપર જાય છે, તેના આશિર્વાદ અહીં નીચે મળે જ છે.

* આપણે નિરાંત સૂઈ શકીએ છીએ કારણકે આપણા માટે પણ સતત જાગતો તે રહે છે.

* ઈશ્ર્વર પ્રત્યેના વિવેક, ધૈર્ય કે આશ્રયથી કદી વિમુખ થશો નહીં, અશકયને પણ શકય બનાવે તેટલો ફેરફાર ઈશ્ર્વર તેના થકી જ‚ર કરે જ છે.

* જીવનને સતત પરમાત્મા અને પરોપકારમાં રાખવું એજ આપણી સદ્ગતિ.

* આપ સૌ સુખી રહો અને આપ સૌને સુખી કરો, એજ અભ્યર્થના.

બ્રહ્મસંબંધી શરણ સ્વીકાર

હે ! શ્રી શ્રીકૃષ્ણ ભગવાન સ્વ‚પે અવતરેલ, શ્રી શ્રીનાથજી સ્વ‚પે પ્રકટ થયેલ, હે ! શ્રી શ્રીપરમ બ્રહ્મપૂર્ણાનંદ, હે ! શ્રી શ્રીપૂર્ણ પુરુષોતમ ભગવાન, હું આપશ્રીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરું છું અને લળી લળીને પાય લાગુ છું.

મનુષ્યજીવન પ્રાપ્ત કર્યા બાદ પણ અત્યાર સુધી જીવનની ઘટમાળ અને સંઘર્ષમાં જોતરાયેલ રહ્યો હોવાથી હે પ્રભુ, આપશ્રીની પ્રાપ્તિ માટેનો તાપ અને કલેશ જેના હૃદયમાંથી તિરોધાન થઈ ગયેલ હતો. તેઓ જીવ, હું કકુભાઈ મગનલાલ શેઠ, હવે મને આપશ્રીની ભકિત કરવાની આપશ્રીને મળવાની તથા આપશ્રીને પામવાની ઝંખના અને તાલાવેલી ઉત્પન્ન થઈ છે.

આથી હે શ્રીકૃષ્ણ ભગવાન, હે શ્રી શ્રીનાથજી બાવા, મારા મન, વચન અને કર્મ, મારા પ્રાણ, અંતકરણ અને દેહ ઈન્દ્રિયો તેમજ તેના ધર્મો, ચારેય પુરુષાર્થો, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ તથા મારા કુટુંબ, સ્ત્રી, સંતાનો, ઘર, આલોક-પરલોક, મારી આધિ-વ્યાધિ, ઉપાધિ તથા માન-પાન, પ્રતિષ્ઠા મારી ઈચ્છા, આંકાક્ષા-અપેક્ષા, મોહ, માયા અને તૃષ્ણા, મારી મતિ અને ગતિ તથા મારા વિવેક, ધૈર્ય અને આશ્રય, એમ દરેકે દરેક પ્રકારથી આપશ્રીને સમર્પિત થાઉં છું.

તેથી હે ! શ્રી શ્રીકૃષ્ણ ભગવાન, હે ! શ્રી શ્રીનાથજીબાવા, મને આ પ્રકારે આપનું શરણ અને આશ્રય આપો, મને અંગીકાર કરો અને હૃદયા‚ઢ કરો. હે શ્રી શ્રી કૃષ્ણ ભગવાન, હે શ્રી શ્રીનાથજીબાવા, મને હવે આપની જ ઝંખના છે. દરેક પ્રકારે આપ જ મારું શરણ અને મારો આશ્રય છો. મારી મતિ અને ગતિ પણ આપ જ છો. હું હવે સંપૂર્ણપણે આપને આધિન થાઉં છું. હું તમારો છું…તમારો છું… તમારો છું… મારો સ્વીકાર કરો…સ્વીકાર કરો…સ્વીકાર કરો.

ક્ષમા સ્વીકાર

હે ! શ્રી શ્રીકૃષ્ણ ભગવાન, હે ! શ્રી શ્રીનાથજી બાવા, બે હાથ જોડીને આપશ્રીને મારા પાયલાગણ.

આજે મારાથી, મારા મન, વચન કે કર્મથી, વાણી, વિચાર કે વર્તનથી, કોઈ પણ પ્રકારે, કોઈપણ જીવ માટે, જાણ્યે કે અજાણ્યે કોઈ દોષ પડયો હોય કે કોઈ અપરાધ થઈ ગયો હોય તો તેને માટે હું આપશ્રીની સાક્ષીએ, મારા અંત:કરણ પૂર્વક આપશ્રીની તેમજ તે જીવની ક્ષમા માંગુ છું અને હવે ભૂલથી કે જીવના દુષ્ટ સ્વભાવથી પણ ફરી ફરીને આવા દોષો કે અપરાધો નહિ કરું તેવો દ્રઢ નિશ્ર્ચય કરુ છું. આપની પાસે મને તે પ્રકારની સમજ, કેળવણી અને સહનશકિત પ્રદાન કરવાની વિનંતી કરું છું.

હે પ્રભુ ! મને હંમેશા શ્રેષ્ઠવિચાર, શ્રેષ્ઠવાણી અને શ્રેષ્ઠવર્તન પ્રદાન કરો. હું તેના માટે આપને શરણે આવું છું. હે કૃપાનિધાત ! આપશ્રીને પ્રાર્થના કરું છું કે મારા પર તે પ્રકારે કૃપા કરો…કૃપા કરો..કૃપા કરો..

અનંત નામે અને અનંત સ્વ‚પે ઈશ્ર્વર તો એક જ છે. ગમે તે નામ લ્યો, તેમાં તમારું કલ્યાણ થાય જ. કોઈપણ નામ કે કોઈપણ સ્વ‚પ ઈશ્ર્વરનું એવું નથી કે જે અંતરયામી અને સર્વસમર્થ ન હોય. આ મારી શ્રદ્ધા અને ભકિત મારા ઈષ્ટદેવ શ્રીશ્રીનાથજી બાવા પ્રત્યેની છે.

આપ પણ આવી શ્રદ્ધા અને ભકિત આપના ઈષ્ટદેવ, કુળદેવતા અથવા જે નામ કે સ્વ‚પમાં આસ્થા ધરાવતા હો તેને માટે રાખો અને આ ભવસાગર તેના સહારે પાર ઉતરો તેવી ભાવના સાથે આ લખાણ આપને અર્પણ કરું છું.

સર્વે ભવન્તુ સુખિન: સર્વે સન્તુ નિરામયા:

સર્વે ભદ્રાણિ પશ્યન્તુ માં કાશ્ર્વિત દુ:ખ ભાગ્ભેવત્ ॥

હરિ ઓમ તત્સત્  શ્રી કૃર્ષ્ણાપણ મસ્તુ ॥

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.