Abtak Media Google News
  • ખાનગી લક્ઝરી બસ અને ડમ્પર વચ્ચે ના અકસ્માત થી દોડધામ

  • બન્ને વાહનોના ડ્રાઇવરને ઈજા

  • અકસ્માત બાદ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા

જામનગર ન્યૂઝ

જામનગર- ખંભાળિયા ધોરી માર્ગ પર સિક્કા પાટીયા પાસે ગઈ રાત્રે ખાનગી લક્ઝરી બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં બંને વાહન ના ચાલકોને સામાન્ય ઈજા થઈ હતી. અને ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. પોલીસે એકાદ કલાકની જહેમત બાદ વાહન વ્યવહારને પૂર્વવત બનાવ્યો હતો.

જામનગર- ખંભાળિયા ધોરી માર્ગ પર સિક્કા પાટીયા પાસે ગઈકાલે રાત્રે એક ખાનગી લક્ઝરી બસ તેમજ ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બંને વાહનો સામ સામે અથડાઈ પડ્યા હોવાથી બંને વાહનોની કેબીનમાં નુકસાની થઈ હતી, જયારે બંને વાહન ના ચાલકો ઘાયલ થયા હતા. જે બંનેને પ્રાથમિક સારવાર અપાઇ છે.

આ અકસ્માત બાદ સિક્કા પાટીયા પાસેનો એક તરફનો માર્ગ અવરોધાયો હતો, અને ટ્રાફિક જામ ના દ્રશ્યો સર્જાયા હતા.
આ બનાવની જાણ મેઘપર પોલીસને થતાં મેઘપર સને સિક્કા ની પોલીસ ટુકડી ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને એક કલાકની જહેમત બાદ વાહન વ્યવહાર પૂર્વવત બનાવ્યો હતો. લક્ઝરી બસ ખાલી હોવાથી જાન હાની ટળી હતી.

સાગર સંઘાણી

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.