Abtak Media Google News

રાજયમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટનામાં વધારો થતો જાય છે ત્યારે આજ રોજ સાબરકાંઠામાં વધુ એક અકસ્માતની ઘટના સામે અઆવી હતી જેમાં સ્કુલ કારને અકસ્માત નડતા 14 જેટલા વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા છે. ઘાયલ તમામ વિદ્યાર્થીઓને ઇડર સિવિલ હોસ્પિટલ અર્થે વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાને પગલે તમા વિદ્યાર્થીઓના વાલીઓ રોષે ભરાયા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર હાઈવે પરની છે જ્યાં સ્કુલની ઈકો કાર અને બસ વચ્ચે UGVCL નજીક અકસ્માત સર્જાયો હતો. ઈકો ગાડીમા સવાર ખાનગી શાળાના ૧૪ જેટલાં વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા હતા તેમને સારવાર અર્થે ઇડર સિવિલ હોસ્પિટલ તાત્કાલિક ખસેડવામાં આવ્યા હતા.

 

અકસ્માત બાદ તંત્ર સામે અનેક સવાલ !!

  1. શુ કારણથી બાળકો જીવના જોખમે શાળાએ પહોંચવા મજબુર ?
  2. શુ કારણે વાલીઓ બાળકોને મંજૂરી વિનાની સ્કૂલ વાનમાં શાળાએ મોકલવા મજબૂર ?
  3. કેમ સ્થાનીક પોલીસ કે જીલ્લા આર.ટી.ઓ કચેરી દ્રારા સ્કૂલ વાન ચાલકો સામે લાલ આંખ કરવામાં આવતી નથી?
  4. શુ તંત્ર કોઈ મોટી દુઘર્ટના સર્જાય તેણી રાહ જોઈ રહ્યુ છે કે શું ?
  5. શા કારણે અક્સ્માત સર્જાયો તેની ગણતરીની મિનિટોમાં સ્કુલ વાન ઘટના સ્થળેથી ઉઠાવી લેવામાં આવી ?

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.