Abtak Media Google News

કેરળના કોઝીકોડ જેવી દુર્ઘટના રોકી શકાય

રાજકોટના ભાઇ-બહેન નીલ-વ્રીતીકાએ સૂચવ્યો નવો પ્રોજેક્ટ

રાજકોટ પ્રકૃતિને નુકશાન  ન પહોચાડીને અને તેને સંવધિત કરીને વિકાસ સાધવા માટે સસ્ટેનેબલ ડેવલપમેનટ બે દાયકાથી વિશ્વભરમાં ચર્ચામાં યછે. આ પ્રકારના વિકાસ માટે અનેક દેશો વચ્ચે મંત્રણાઓ થઇ ચુકી છે. પણ હજુ સુધી પરિણામ મળે તેવા કાર્યો ઓછા થયા છે જયારે રાજકોટના ધોરણ-૧૦ અને ધોરણ-૮ માં અભ્યાસ કરતા ભાઇ-બહેને આ માટે પ્રોજેકટની હારમાળા સર્જી દીધી છે. ધોરણ ૧૦ માં અભ્યાસ કરતા નીલ અને ધોરણ -૮માં અભ્યાસ કરતી તેની બહેન વ્રીતીકા રાજાણી બાળ વૈજ્ઞાનિકો છે.

Advertisement

બન્નેને પાણી બચાવવા માટે ઘણા પ્રોજેકટ બનાવ્યા છે. વોટર હાર્વેસ્ટીંગ અને વોટર સેવીંગ તે પૈકીના એક છે. આ માટે બન્નેને ઘણા એવોર્ડ  અને સરાહના મળી ચુકી છે. તાજેતરમાં કોઝીકોડ કેરાલામાં ફલાઇટ ક્રેશ થવાનું મુખ્ય કારણ પણ વરસાદ અને રન-વેનું કિચડ હતું. આ માટે શું સોલ્યુશન થાય તેની માસ્ટર ડીઝાઇન બન્ને ભાઇ-બહેને એક વરસ પહેલા બનાવેલ હતી. જો નવા બનતા એરપોર્ટમાં તેમની ડીઝાઇન બનાવવામાં આવે અથવા ચાલુ એરપોર્ટમાં થોડા સુધારા વધારા સાથે અમલ કરવામાં આવે તો સીઝનમાં પાણી પણ બચે અને રીયુઝ થાય તેમજ રનવે પણ સુરક્ષીત રહે તેવો તેમનો પ્રોગ્રામ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.