Abtak Media Google News

મારા સાળા સાથે લગ્ન કેમ ન કર્યા કહી પિતા-પુત્ર એસિડ છાંટી બાઇક પર ફરાર: હત્યાની કોશિશનો નોંધાતો ગુનો

સાવર કુંડલાના હાથસણી રોડ પર પસાર થતી નણંદ-ભોજાઇ પર પ્રેમ પ્રકરણના કારણે પિતા-પુત્રએ એસિડ છાંટી બાઇક પર ભાગી જતા સગર્ભા મહિલા સહિત બંનેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. પોલીસે પિતા-પુત્ર કાવતરૂ રચી હત્યાની કોશિષનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સાવર કુંડલાના હાથસણી રોડ પર વીર મેઘમાયાનગરમાં રહેતી મનિષાબેન કિશોરભાઇ મકવાણા અને તેના ભાભી કાજલબેન દિપકભાઇ પરમાર ડોકટર લલ્લુભાઇ શઠન્આ દવાખાને તબીયત બતાવી પર આવી રહ્યા હતા ત્યારે ખાદી કાર્યાલય પાસે પહોચ્યા ત્યારે હાથસણી રોડ પર રહેતા અનિલ અને તેના પિતા પ્રવિણ નામના શખ્સોએ એસિડ છાંટી બાઇક પર ભાગી ગયાની મનિષબેન મકવાણાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

મનિષાબેન મકવાણા અને તેમના ભાભી કાજલબેનને અનિલ પ્રવિણે બાઇક પર આવી બંનેને ઉભા રાખ્યા બાદ કાજલબેનને ‘મારા સાળા ભાવેશ સાથે કેમ લગ્ન કર્યા અને બીજા સાથે પ્રેમ લગ્ન કયા, તુ હજી છુટાછેડા આપી દે મારો સાળો તને સંભાળી લેશે તેમ કહેતા કાજલબેન પરમારે પોતાને બાળકો હોવાનું કહી ભાવેશ સાથે લગ્ન શકય ન હોવાનું જણાવતા અનિલ ઉશ્કેરાયો હતો અને પોતાના પિતા પ્રવિણ પાસે રહેલી થેલીમાંથી બોટલ કાઢી બંને પર છાંટતા મનિષાબેન મકવાણા અને કાજલબેન પરમાર ગંભીર રીતે શરીરે દાઝી જતાં બનેને સારવાર માટે હોસ્પિટલમાં દાખળ કરાયા છે. પોલીસે અનિલ અને તેના પિતા પ્રવિણ સામે પુર્વ યોજીત કાવતરૂ રચી એસિડ છાંટી હત્યાની કોશિષ કર્યા અંગેનો ગુનો નોંધી શોધખોળ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.