Abtak Media Google News

રાજ્ય સરકાર દ્વારા છેલ્લા કેટલાય સમયથી સ્પાની આડમાં ચાલતા કુટણખાના પર દરોડા પડી અનેક સ્પા સંચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી ત્યારે વડોદરાના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેલોત એક્શન મોડ માં આવ્યા છે અને તેમની સૂચના હેઠળ એન્ટિ હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે (એએચટીયુ) દ્વારા અને અનેક વિસ્તારમાં ફાકેની આડમાં ચાલતા કપલ બોક્સ પર દોરોડા પાડવામાં આવ્યા છે.જેમાં અકોટા વિસ્તારમાં આવેલા એક ફ્લેટમાં ચાલતા કપલ બોક્સ પર દરોડો પાડ્યો હતો અને ફાફેના મેનેજરની ધરપકડ કરી હતી.જ્યારે બે ભાગીદાર મહિલાને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ હાથધરી છે.

પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત એકશન મોડમાં

કાફેની આડમાં ચાલતા કપલ બોક્ષમાં એન્ટી હ્યુમન ટ્રાફીકિંગ યુનિટ ટીમના પીઆઇ ડો.ભાવનાબેન પટેલ અને ટીમ દ્વારા કડકડ કાર્યવાહી : અનેક કાફેમાં દરોડા

મળતી વિગતો મુજબ વડોદરાના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા શહેરમાં સ્પાની આડમાં ચાલતા કુટણખાના પર કડક કાર્યવાહી કરવાની સૂચના આપતા પોલીસ સ્ટાફ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં અનેકપાસ સંચાલકો સામે ગુના નોંધી ધરપકડ કરવામાં આવી હતી ત્યારે હવે કાફેની આડમાં ચાલતા કપલ બોક્સ પર પોલીસે લાલા આંખ કરી છે જેમાં આજે એન્ટિ હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે, અકોટા વિસ્તારમાં આવેલ હોટલ તાજ વિવાન્તાની સામે સપ્તગીરી ફ્લેટમાં આવેલ ડાર્ક બાઇટ કેફે-2ના માલિકે પોતાના કાફેમાં એકાંતમાં બેસી કોઈ જોઇ ન શકે તેવી બંધ ન જગ્યા (કપલ બોક્સ) બનાવ્યું છે. જેથી એન્ટિ હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે દરોડો પાડયો હતો. જ્યાં કપલ બોક્સ મળી આવ્યું હતું.જેમ આ ફ્લેટમાં આવેલ અદ્યતન કાફેની આડમાં કપલ બોક્ષ પ્રવળત્તિઓ ચલાવવાનાર મેનેજર સોહિલ અજમેરીની કાફે માંથી અટકાયત કરી હતી જ્યારે આ કાફેની તપાસ કરતા તેની માલિકી નિલોફરબેન શેખ અને રૂપલબેન સોનીની દ્વારા ભાગીદારમાં ચલાવતા હોવાનું જાણવા મળ્યું હતું અને બંને મહિલાઓ ફરાર હોવાથી તેઓને વોન્ટેડ જાહેર કરી તેમની શોધ ખોળ હાથ ધરી છે.

વડોદરા સહિતના શહેરોમાં દરોડાના ધમધમાટનાં પગલે પગલે વડોદરા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા ખાનગી બંગલાઓ સહિત વિવિધ હોટલો અને કાફેમાં ચાલતા કપલ બોક્ષ શોધી કાઢવા ચાલતી ઝુંબેશમાં એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટનમાં પીઆઇ ડો.ભાવનાબેન પટેલની ટીમ દ્વારા અનેક સ્થળ પર ચેકિંગ હાથ ધરવામાં હાલ આવી રહ્યું છે.જ્યારે નાની વયના યુવા, યુવતીઓ આવી પ્રવળત્તિઓમાં ફસાઈ જતાં બળાત્કાર, મર્ડર જેવી ઘટનાઓ બનવા સાથે આવો પ્રવૃત્તિઓની આડમાં ડ્રગ્સ જેવા વ્યસનોને પ્રોત્સાહન મળતું હોવાથી વડોદરા શહેરની તાસીરથી ખૂબ સારી રીતે પરિચિત અને ભૂતકાળમાં ખાસ કીટ વસાવી અન્ય રાજ્યની હાઈ કોર્ટ દ્વારા પ્રસંશા મેળવનાર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા વિવિધ ટીમો સાથે એન્ટી હ્યુમન ટ્રાફિકટિંગ યુનિટ પીઆઇ સહિત ટીમને એક્ટિવ કરતા જ સફળતા મળવા પામી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.