Abtak Media Google News

હાઉસિંગ સેક્ટરનો ફાળો સૌથી વધુ: રેરાના કુલ પ્રોજેક્ટસમાં 82% અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, સુરત અને વડોદરા જિલ્લાના

ગુજરાતમાં છેલ્લા ચાર વર્ષમાં રૂ. 3.17 લાખ કરોડના બાંધકામ પ્રોજેક્ટ્સ નોંધાયા છે. આ પ્રોજેક્ટની સંખ્યા 6,305 છે. ક્ધફેડરેશન ઓફ રિયલ એસ્ટેટ ડેવલપર્સ એસોસિયેશન ઓફ ઈન્ડિયા દ્વારા સંકલિત કરવામાં આવેલા ડેટામાં પણ જણાવાયું છે કે છેલ્લા ચાર વર્ષમાં રેરા રજિસ્ટ્રેશન પ્રમાણે 91 કરોડ ચોરસ ફૂટ બાંધકામ થયા છે. જેમાં 2021-22માં સૌથી વધુ 26 કરોડ ચોરસ ફૂટના પ્રોજેક્ટ જોવા મળ્યા છે.

નિષ્ણાતો કહે છે કે ગુજરાતના રિયલ એસ્ટેટ સેક્ટરમાં સતત માંગ જોવા મળી રહી છે.  કોવિડ-19 લોકડાઉનની અર્થવ્યવસ્થા પર અસર પડી અને 2020-21માં પ્રોજેક્ટ્સની સંખ્યામાં અને પ્રોજેક્ટની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો. જો કે, કોવિડ પછી નવી માંગમાં વધારો થયો, ખાસ કરીને હાઉસિંગ માટે, જેના કારણે પ્રોજેક્ટ શરૂ થયો. રોગચાળા પછી મજબૂત માંગ જોવા મળી છે. તેમ ક્રેડાઈ અમદાવાદ પ્રમુખ તેજસ જોશીએ જણાવ્યું હતું.

ટોચના પાંચ જિલ્લાઓ – અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, સુરત અને વડોદરા – કુલ રેરા પ્રોજેક્ટના 82% અને પ્રોજેક્ટના બજાર મૂલ્યના 93% હિસ્સો ધરાવે છે.  છેલ્લા ચાર નાણાકીય વર્ષમાં પ્રોજેક્ટની સંખ્યામાં 29% અને પ્રોજેક્ટ મૂલ્યમાં 42% હિસ્સો સાથે અમદાવાદ ગુજરાતના કુલ વોલ્યુમમાં સૌથી મોટો ફાળો આપનાર છે.  રેરા રજિસ્ટ્રેશનની સૌથી વધુ સંખ્યા રેસિડેન્શિયલ સેક્ટરમાં જોવા મળી છે.

રિયલ્ટી નિષ્ણાતો પણ છેલ્લાં ત્રણ વર્ષમાં બાંધકામ ખર્ચમાં થયેલા વધારાને પ્રોજેક્ટ ખર્ચ અને બજાર મૂલ્યમાં વધારાને જવાબદાર માને છે.  એક ક્ધસ્ટ્રક્શન કંપનીના એમડી તરલ શાહે જણાવ્યું હતું કે, સિમેન્ટ અને સ્ટીલના ભાવ અને લેબર કોસ્ટમાં વધારાને કારણે છેલ્લા ત્રણ વર્ષમાં બાંધકામ ખર્ચમાં નોંધપાત્ર વધારો થયો છે. ઉપરાંત, ગુજરાત સહિત સમગ્ર દેશમાં સામાન્ય રીતે પ્રોપર્ટીના ભાવમાં વધારો થયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.