Abtak Media Google News

બસ આગળ એકટીવા પાર્ક કરી ડ્રાઇવર સાથે માથાકૂટ કરતા શખ્સ સામે ફરજમાં રૂકાવટ નોંધાતો ગુનો

રાજકોટ કુવાડવા જીઆઇડીસી નજીક રાજકોટ અમદાવાદ પટેલ ખેતી એચડી બસના ડ્રાઇવર સાથે ઝઘડો કરી એસટી બસના કાચમાં પથ્થર મારીને તોડી નાખી ડ્રાઇવરની ફરજમાં રૂકાવટ કરતા એક્ટિવા ચાલક સામે ફરજમાં રૂકાવટનો પોલીસે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે .બનાવ અંગેની મળતી વિગતો અનુસાર ધ્રોલના મેન બજાર માં રહેતા અને મૂળ ટંકારાના એસટી ડ્રાઇવર નત્વભાઇ નરસિંહભાઇ પડાયા (ઉ.વ.42) એ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં તેને જણાવ્યું હતું કે ડેપોમાં ફરજ બજાવે છે.

અને ગઈકાલે ધ્રોલ થી મંડળ જવા નીકળ્યા હતા ત્યારે રાજકોટ અમદાવાદ હાઇવે નજીક કુવાડવા જીઆઇડીસી પાસે એક અજાણ્યા એક્ટીવા ચાલકે તેની બસ પાસે જઈ કરો મારી બસની આગળ એકટીવા ઊભું રાખી દીધું હતું જેથી તેને બસ પર ઊભી રાખી હતી દરમિયાન એક્ટીવા ચાલકે નત્વભાઇ સાથે ઝઘડો કરી કેમ બસ આમ જ ચલાવે છે તેવું કહી ગાળો દેતા તેમને ગાળો દેવાની ના પાડતાં શકશે ઉશ્કેરાઇને પથ્થર લઈ બસના કાચમાં અમારી કાચ તોડી નાખી ત્યાંથી ભાગી ગયો હતો જેથી તેને બનાવની જાણ પોલીસને કરતા પોલીસે જીજે.03.જેકે.8108 નંબરના એક્ટિવા ચાલક વિરુદ્ધ ફરજમાં રૂકાવટ નો ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.