Abtak Media Google News

શહેર ભાજપ શિક્ષક અને લીગલ સેલ દ્વારા યોજાયું પ્રબુદ્ધ નાગરીક સંમેલન: સરકારના સુશાસન સેવા અને સહકાર નિમિતે અભિયાન અંતર્ગત કાર્યક્રમની હારમાળા

કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વના શાસનના નવ વર્ષ પૂર્ણ થતા  સરકારના સુશાસન સેવા અને સહકારના  થવા નિમિત્તે સંપર્કથી સમર્થન અભિયાન અંતર્ગત શહેર -જિલ્લા ભાજપ લીગલ સેલ દ્વારા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના 150 ફૂટ રીંગ રોડ નજીક આવેલ નવનિર્મિત કમલમ કાર્યાલયના ઓડિટોરિયમ હોલ ખાતે લીગલ સેલના યુદ્ધ જીત સંમેલન રાજ્યના પૂર્વ મંત્રી અને સંમેલનનો મુખ્ય વક્તા બ્રિજેશભાઈ દીપ પ્રાગટ્ય કરી સંમેલનનો પ્રારંભ કરાવ્યો હતો જ્યારે શહેર ભાજપ લીગલ સેલના સંયોજક અંશ ભારદ્વાજએ સ્વાગત પ્રવચન કરી વકીલો દ્વારા ચૂંટણીમાં કરવામાં આવતી કામગીરીમાં લીગલ સેલ ખડેપગે હાજર રહી પોતાની સેવા આપે છે.

જ્યારે જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરીયા દ્વારા ભાજપ સરકારના વિકાસકાર્યોની માહિતી આપી હતી. હા તો કે સાંસદ મોહનભાઈ કુંડારીયા એ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે લીગલ સેલની કામગીરીને બિરદાવી અને સરકાર અંતર્ગત ચાલતા કાર્યો અને  વિકાસ કાર્યોને પણ વાતો વકીલ સમક્ષ મૂકી હતી. જ્યારે સંમેલનના મુખ્ય વક્તા બ્રિજેશભાઈ મેર જાયે પોતાના જણાવ્યું હતું કે સમાજમાં વકીલોનું મોદાદાર વ્યક્તિ તરીકેનું સ્થાન અને ઓળખ છે આ તો કે તેમણે પ્રખર ધારાશાસ્ત્રી અને પૂર્વ સાંસદ અને સ્પષ્ટતા અભયભાઈ ભારદ્વાજની યાદ કરીને જણાવેલું હતું કે ઘણા બધા કાયદાઓને બિનઅમલી કરાવવામાં સરકાર અને મદદ કરી તે રીતે તેઓને યાદ કર્યા હતા સાથે કેન્દ્ર સરકારના નવ વર્ષના સુશાસન સેવા અને સહકાર કાર્યોના લેખકા ચોખા વખત રજૂ કરી સરકારની વિવિધ યોજના અને કામગીરી ની વાત કરી હતી કમલેશ ડોડીયા દ્વારા કરવામાં આવી હતી અને સમગ્ર કાર્યનું સંચાલન રક્ષિતભાઈ રૈયાણી દ્વારા કરવામાં આવ્યું હતું.

આ તકે ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા દર્શિતાબેન ના પ્રદેશ સહસંયોજક અનિલભાઈ દેસાઈ રબારી સભી હિતેશભાઈ દવે કિશોરભાઈ શક્યા અને રાજકોટ શહેર જિલ્લાના ભાજપ મહામંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે  રાજકોટ શહેર ભાજપ લીગલ સેલના સંયોજક અંશ ભારદવાજ, સહ સંયોજક સી.એચ.પટેલ, જિલ્લા ભાજપ લીગલ સેલના સંયોજક નિલયભાઈ ડેડાણીયા, સહસંયોજક નિતીન સગપરીયા,  શહેરના હરેશ પરસોડા, અશ્વિન ગોસાઈ, ધર્મેશ સખીયા, એન.આર.જાડેજા, અજય પીપળીયા, નિલેશ અગ્રાવત, પ્રશાંત લાઠીગ્રા, વિજય રૈયાણી, નૃપેન ભાવસાર, વિમલ ડાંગર, હેમાંગ જાની, પરેશ પાદરીયા, વિરેન વ્યાસ, પિયુષ સખીયા, આનંદ પરમાર, મહેશ્વરીબેન ચૈહાણ, હિરલબેન જોષી, નિશાબેન લુણાગરીયા તથા લક્ષ્મીબેન જાદવ વિગેરેએ જહેમત ઉઠાવી હતી.

રાજકોટ શહેર ભાજપ શિક્ષક સેલ દ્વારા પ્રબુદ્ધ સંમેલનનું આયોજન  શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીના માર્ગદર્શન હેઠળ રાજકોટ કમલમ કાર્યાલય ખાતે યોજવામાં આવ્યું હતું. પ્રબુદ્ધ સંમેલનની શરૂઆત દીપ પ્રાગટ્ય અને પ્રાર્થના દ્વારા કરવામાં આવી હતી. સંમેલનના મુખ્ય વક્તા ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી બ્રિજેશ મેરજા અને પ્રદેશ શિક્ષક સેલના સંયોજક ડો. મહેન્દ્રભાઈ પાડલીયાનું શિક્ષક સેલની ટીમ દ્વારા શાલ ઓઢાડીને સ્વાગત કરવામાં આવ્યું હતું .ઉપસ્થિત મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મહેમાનોને રાજકોટ શિક્ષક સેલના સહ સંયોજક ભરતભાઈ ઢોલરીયા તરફથી સ્મૃતિચિન્હ અર્પણ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ રાજકોટ શહેર ભાજપ શિક્ષક સેલના સંયોજક જયદીપભાઇ જલુ એ ઉપસ્થિત મહેમાનોનું શબ્દોથી સ્વાગત કરતા કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી કર્મના સિદ્ધાંતને સાથે રાખીને ચાલે છે. આપણે સૌ પુરી નિષ્ઠાથી કર્તવ્ય નિભાવી અને ભારતના નિર્માણમાં ભાગીદાર બનીએ.

સમારંભના મુખ્ય વક્તા ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ મોદીજીના શાસનમાં ભારતીય  જનતા પાર્ટીની 9 વર્ષની સિદ્ધિઓ ની વિશેષ છણાવટ કરી હતી4 એટલું જ નહીં ઉપસ્થિત સૌ સારસ્વત મિત્રોને ર0ર4 માં ફરી વખત ભારતીય જનતા પાર્ટી પ્રચંડ બહુમતીથી સરકાર બનાવે તે માટે કામે લાગી જવા માટે હાકલ કરી હતી.

આ પ્રબુદ્ધ સંમેલનમાં અન્ય મહાનુભાવો માં રાજકોટ વિધાનસભા 70 ના ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, ધારાસભ્ય દર્શનાબેન, રાજકોટ મહાનગરના મેયર પ્રદીપભાઈ ડવ, શહેર ભાજપ મહામંત્રી માધવભાઈ દવે, વીરેન્દ્રસિંહ ઝાલા, અશ્વિનભાઈ મોલીયા,  શહેર ભાજપના નવનિયુક્ત ઉપપ્રમુખ પરિમલભાઈ પરવડા, પૂજાબેન પટેલ તેમજ પક્ષના અન્ય હોદ્દેદારો ઉપરાંત એફઆરસીના સભ્ય અજયભાઈ પટેલ અને અશોકભાઈ સેતા તેમજ વિવિધ શાળાના સંચાલક  આચાર્યઓ  તેમજ શિક્ષક ભાઈ-બહેનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.