Abtak Media Google News

જીજ્ઞેશ જોશીને  બાદ  કરતા તમામ 17  વોર્ડમાં નવા આગેવાનોને વોર્ડના પ્રભારી  બનાવાયા

રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મૂકેશભાઈ દોશી દ્વારા તમામ 18 વોર્ડના પ્રભારીના નામની ઘોષણા કરવામાં આવી છે. એકમાત્ર જીજ્ઞેશ જોશીનો  પ્રભારી તરીકે રિપીટ કરવામાં આવ્યા છે. બાકીના તમામ 17 વોર્ડમાં નવા આગેવાનોને વોર્ડ પ્રભારી તરીકેની જવાબદારી  સોંપવામાં આવી છે આગામી  દિવસોમાં  વોર્ડના  પ્રભારી અને મહામંત્રી સહિતનું સંગઠન માળખુ જાહેર કરવામાં આવશે.

પ્રદેશ ભાજપ અધ્યક્ષ અધ્યક્ષ સી.આર. પાટીલ પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી, સૌરાષ્ટ્ર ભાજપના ઈન્ચાર્જ અને પ્રદેશ મહામંત્રી વિનોદભાઈ ચાવડા શહેર ભાજપના પ્રભારી પ્રકાશભાઈ સોની,  પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરા સાથે  પરામર્શ કરી શહેર ભાજપના પ્રમુખ મુકેશ દોશી, મહામંત્રી વિરેન્દ્રસિંંહ ઝાલા, અશ્ર્વીનભાઈ મોલીયા તેમજ ડો. માધવ દવેએ વોર્ડ પ્રભારીના નામો જાહેર કર્યા છે.

જેમાં વોર્ડ નં.1નાપ્રભારી તરીકે કાથડભાઈડાંગર, વોર્ડ નં.રના પ્રભારી કુલદિપસિંહ જાડેજા, વોર્ડ નં.3ના પ્રભારી પૂર્વેશભાઈ ભટ્ટ, વોર્ડનં.4ના પ્રભારી તરીકે જે.ડી.ભાખર, વોર્ડ નં.5ના પ્રભારી તરીકે દુષ્યંત સંપટ, વોર્ડ નં. 6 ના પ્રભારી તરીકે રસીકભાઈ પટેલ,વોર્ડ નં.7ના પ્રભારી તરીકે પ્રફુલભાઈ કાથરોટીયા, વોર્ડ નં.8ના પ્રભારી તરીકે સંજયભાઈ દવે,  વોર્ડનં.9ના પ્રભારી તરીકે ધર્મેન્દ્ર ભગત, વોર્ડ નં.10ના પ્રભારી રઘુભાઈ ધોળકીયા, વોર્ડ નં.11ના પ્રભારી તરીકે પરેશભાઈ ઠાકર, વોર્ડનં.1રના પ્રભારી તરીકે જયદિપભાઈ કાચા, વોર્ડ નં.13ના પ્રભારી તરીકે રાજુભાઈ ફળદુ, વોર્ડ નં.14ના પ્રભારી તરીકે જીજ્ઞેશભાઈ જોષી, વોર્ડ નં.15ના પ્રભારી તરીકે  જયેશભાઈ દવે, વોર્ડ નં.16ના પ્રભારી તરીકે વરજાંગભાઈ હુૂંબલ, વોર્ડ નં.17ના પ્રભારી તરીકે જયંતિભાઈ નોંધણવદરા જયારે  વોર્ડ નં.18ના પ્રભારી તરીકે  ગેલાભાઈ રબારીની નિમણુંક કરવામાં આવી છે.

જીજ્ઞેશ જોશીને પ્રભારી તરીકે રિપીટ કરાયા હતા અગાઉ તેઓ વોર્ડ નં.18ના પ્રભારી હતા હવે વોર્ડ નં. 14ની  જવાબદારી સોંપાય છે. તેઓ વોર્ડ નં. ર3ના વોર્ડ પ્રભારી વોર્ડ નં.17ના પ્રભારી તરીકે પણ જવાબદારી નિભાવી ચૂકયા છે.આ ઉપરાંત યુવા ભાજપના મહામંત્રી તરીકે  પણ સફળતા પૂર્વક કામગીરી  અદા કરી હતી.

આગામી દિવસોમાં  વોર્ડનું સંગઠન  માળખું જાહેર કરાશે.

નવનિયુક્ત  વોર્ડ પ્રભારીઓને શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી,   કેબીનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, સાંસદો મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયા, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ્ ડો. ભરત બોઘરા, પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય, ધારાસભ્ય ઉદય કાનગડ, ડો.દર્શીતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, મેયર ડો. પ્રદિપ ડવ,શહેર ભાજપ મહામંત્રી અશ્ર્વીન મોલીયા, ડો. માધવ દવે, વિરેન્દ્રસિંહ ઝાલા, પૂર્વ પ્રમુખ કમલેશ મિરાણી સહીતના આગેવાનો   અભિનંદન પાઠવ્યા હતા.

મુકેશ દોશીએ વધુમાં જણાવ્યું હતુ કે જનસંઘના સ્થાપક ડો. શ્યામાપ્રસાદ મુખર્જી અને પંડિત દીનદયાલ ઉપાધ્યાયજીએ આપેલા મંત્ર અનુસાર જયા માનવી ત્યાં સુવિધા અને અંત્યોદયની ભાવના સાથે છેવાડાના માનવીનો વિકાસ થાય તે અનુસાર આજે ભાજપ સરકાર અનેકવિધ યોજનાઓ ધ્વારા લોકોને સુખાકારી આપી રહી છે ત્યારે જનસંઘ કે ભાજપના સ્થાપનાના પાયામાં રાષ્ટ્રવાદની વિચારધારા, લોકકલ્યાણકારી યોજનાઓની સાથોસાથ દેશનું ગૌરવ વધે, દેશનુ સ્વાભિમાન વધે તે વાત પાર્ટીના પ્રત્યેક કાર્યર્ક્તાના દિલમાં પડેલી છે.ત્યારે શહેર ભાજપની તમામ વોર્ડના પ્રભારીઓની આ નવનિયુક્ત ટીમ વોર્ડ સંગઠનને વધુ સુદૃઢ બનાવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.