Abtak Media Google News

સાંસણ લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે શેટ્ટી પરિવાર પધાર્યો

બોલીવુડ સુપરસ્ટાર સુનિલ શેટ્ટી ’અન્ના’ આજ રોજ સવારે રાજકોટ એરપોર્ટ પર પરિવાર સાથે પધાર્યા હતા. જ્યાંથી તેઓ સાસણ ખાતે લગ્ન પ્રસંગમાં હાજરી આપવા બાય રોડ ગયા હતા.

Sunil Shetty Rajkot 2 હિન્દી ફિલ્મ જગતના ’અન્ના’ એટલે સુનિલ શેટ્ટી આજ રોજ સાસણ ખાતે લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે પરિવાર સાથે આવ્યા છે. ત્યારે સાસણ પહેલા તેઓ રાજકોટ એરપોર્ટ ખાતે ફ્લાઈટમાં પધાર્યા હતા. જ્યાંથી તેઓ પરિવાર સાથે બાય રોડ સાસણ જવા માટે નીકળ્યા હતા.Sunil Shetty Rajkot 3

રાજકોટ એરપોર્ટ પર સુનિલ શેટ્ટી આવવાની વાતો વાયુ વેગે શહેરભરમાં ફેલાઈ હતી. જેના કારણે સુનિલ શેટ્ટીના મોટી સંખ્યામાં ફેન્સ એરપોર્ટ ખાતે પહોંચ્યા હતા. સુનિલ શેટ્ટીએ પણ રાજકોટીયન્સ ફેન્સનું અભિવાદન ઝીલ્યું હતું. સુનિલ શેટ્ટી સાસણ રિસોર્ટ ખાતે લગ્નમાં હાજરી આપવા પહોંચ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.