Abtak Media Google News
કેન્દ્ર સરકારે આયાતી કોલસા આધારિત તમામ પાવર પ્લાન્ટ શરૂ કરવા આદેશ જાહેર કર્યો, આયાતી કોલસાના ઊંચા ભાવને કારણે વીજળી મોંઘી બને તેવા એંધાણ

વીજળીની માંગને પહોંચી વળવા કેન્દ્ર સરકારે આયાતી કોલસા આધારિત તમામ પાવર પ્લાન્ટ શરૂ કરવા આદેશ જાહેર કર્યો છે. જેને પગલે  મુંદ્રામાં અદાણી અને ટાટાના પાવર પ્લાન્ટ પણ પુન: શરૂ કરાશે. બીજી તરફ આયાતી કોલસાના ઊંચા ભાવને કારણે વીજળી મોંઘી બને તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.

કેન્દ્રએ વીજળી અધિનિયમની કલમ 11 લાગુ કરીને વીજળીની કટોકટીનો સામનો કરવા માટે મહત્વનું પગલું ભર્યું છે. ઇલેક્ટ્રિસિટી એક્ટની કલમ 11 એ જોગવાઈ કરે છે કે સરકાર, અસાધારણ સંજોગોમાં, પાવર જનરેટ કરતી કંપનીને તેના નિર્દેશો અનુસાર કોઈપણ સ્ટેશનનું સંચાલન અને જાળવણી કરવા માટે કહી શકે છે. ઉનાળામાં વીજળીની માંગ 220 ગીગાવોટને આંબી ગઈ છે. તેવામાં સરકારે તમામ આયાતી કોલસાના પાવર પ્લાન્ટને શરૂ કરવાના આદેશો જાહેર કર્યા છે.

આ નિર્દેશથી ગુજરાત , આંધ્રપ્રદેશ અને તમિલનાડુ જેવા રાજ્યોમાં એસ્સાર પાવર, કોસ્ટલ એનર્જનના ઓછામાં ઓછા 7 ગીગા વોટના પાવર પ્લાન્ટ શરૂ થશે. દેશમાં 17,600-મેગાવોટના આયાતી કોલસાના પ્લાન્ટમાંથી માત્ર 10,000 મેગાવોટના પ્લાન્ટ જ કાર્યરત છે કારણ કે ટન દીઠ 140 ડોલરના ઊંચા આયાતી કોલસાના ભાવ માટે વળતરના અભાવે આ પ્લાન્ટ બંધ રાખવામાં આવ્યા છે.

આ પ્લાન્ટ પાવર પરચેઝ એગ્રીમેન્ટ ધારકોને પ્રથમ વખત પાવર સપ્લાય કરશે. વધારાની વીજળી પાવર એક્સચેન્જમાં વેચવામાં આવશે.રાજ્યો એક્સચેન્જ અંતર્ગત  પાવર ખરીદી શકે છે’

“આ આદેશથી, ગુજરાત અને રાજસ્થાન સહિત કોઈપણ રાજ્ય એક્સચેન્જ હેઠળ  વીજળી ખરીદી શકે છે જ્યારે વ્યાપારી મુદ્દાઓ પછીથી ઉકેલી શકાય છે. આ દેશમાં વીજળીની ઉપલબ્ધતા વધારવામાં મદદ કરશે તેમ એક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું હતું. .

તટાટા પાવર અને અદાણી પાવરના મુન્દ્રામાં આવેલા આયાતી કોલસાના પ્લાન્ટના બિન-કાર્યકારી એકમોને શરૂ કરવામાં પણ મદદ કરશે. આ એકમો વ્યાપારી સમસ્યાઓના કારણે કાર્યરત ન હતા.બહુવિધ વિતરણ કંપનીઓ સાથે પાવર પરચેઝ એગ્રીમેન્ટના કિસ્સામાં , જો એક ડિસ્કોમ પાવરનો ઉપયોગ કરતું નથી, તો તે અન્ય પાવર પરચેઝ એગ્રીમેન્ટ ધારકોને ઓફર કરવામાં આવશે અને સરપ્લસ એક્સચેન્જમાં વેચી શકાય છે.

ઊંચી કિંમતના આયાતી કોલસા પર કાર્યરત પ્રોજેક્ટ્સના ટેરિફનું કામ ઉર્જા મંત્રાલય, સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટી અને સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન દ્વારા રચવામાં આવેલી સમિતિ દ્વારા કરવામાં આવશે.પીપીએ ધારકો પરસ્પર ટેરિફ તૈયાર કરી શકે છે અથવા સમિતિ દ્વારા નક્કી કરાયેલી કિંમત અનુસાર જનરેશન કંપનીઓને ચૂકવણી કરી શકે છે. ડિસ્કોમ્સે સાપ્તાહિક ધોરણે આ દરો પર પ્લાન્ટને આ ચૂકવણી કરવાની રહેશે.

જો ડિસ્કોમ્સ અને જનરેટ કરતી કંપનીઓ સહમતિ સુધી નહીં પહોંચે તો પાવર એક્સચેન્જમાં વેચવામાં આવશે. એક્સચેન્જમાં વેચાણમાંથી ચોખ્ખો નફો માસિક ધોરણે જનરેટર અને ડિસ્કોમ દ્વારા સમાનરૂપે વહેંચવો જોઈએ. આ નિર્દેશ 31 ઑક્ટોબર સુધી અમલમાં રહેશે.

ટાટા પાવર અને અદાણી પાવર જેવી વિદેશમાં ખાણોની માલિકી ધરાવતી કંપનીઓએ પાવર ઉત્તપન્ન કરવાના કિસ્સામાં, ખાણકામનો નફો કોલસાની ખાણોમાં કંપનીઓના શેરહોલિ્ંડગની હદ સુધી સેટ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.