Abtak Media Google News

ઈ-વાહનોના ઉત્પાદન તેમજ ખરીદી માટેની વિવિધ સબસીડી અંતર્ગત ઈ-બસોની બેટરી માટેના ટેન્ડરો બહાર પડશે

પ્રદુષણમુકત ડીઝલ-પેટ્રોલ રહીત વાહનોને પ્રોત્સાહન આપવા સરકાર હાલ ઈ-વાહનો પર જોર આપી રહ્યું છે. જેના ભાગરૂપે ઈ-વાહનો વસાવનારો માટે વિવિધ કેટેગરીમાં વાહન પ્રમાણે સબસીડી રાખવાની યોજના બનાવવામાં આવી છે માટે હવે ઈલેકટ્રીક બસનું ઉત્પાદન કરી સરકારની સબસીડીનો લાભ અદાણી ગ્રુપ લેશે. અદાણી પેઢી ઈ-બસોનું ઉત્પાદન કરવા માટે મુંદ્રાના સ્પેશિયલ ઈકોનોમીક ઝોનમાં મેન્યુફેકચરીંગ હબ તૈયાર કરવાની કરી રહ્યું છે. ઉધોગ નિષ્ણાંતોનું કહેવું છે કે વિદેશી પેઢી સાથે મળીને અદાણી ભારતીય બસોને ડાયનેમિક ટચ આપશે.

અદાણી ઉપરાંત ટાટા મોટર્સ, અશોક લેલેન્ડ, જેબીએમ ગ્રુપ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્ર ઈ-બસ સેગમેન્ટમાં જોડાઈ રહ્યા છે. કંપની બેટરીવાળુ મોડલ બનાવવાની તૈયારીઓ માટે પ્લાનીંગ કરી રહી છે. બ્લુ કાનોપી ક્ધસર્લ્ટ જોય નંનીએ જણાવ્યું હતું કે, ભારતીય માર્કેટની ક્ષમતાને કારણે ઈલેકટ્રીક વાહનોમાં પરિવર્તીત થવા મુશ્કેલીઓ પડશે નહીં. અદાણીએ હાલ હૈદરાબાદની કંપની સાથે ઈ-બસ અંગે કરારો કર્યા છે. અદાણી આ સેગ્મેન્ટમાં ટાટા મોટર્સ અને બીયડીને પણ પહોંચી વળશે. હાલ ટાટા મોટર્સ અને ગોલ્ડસ્ટોમ બીવાયડીએ ૧૦ કરારો કર્યા છે. જે ૩૦ ટકા સુધીની માર્કેટ પર બોલી લગાવવા માંગે છે.

મેન્યુફેકચરીંગ ઈલેકટ્રીક વાહનોની યોજના મુજબ પબ્લીક ટ્રાન્સપોર્ટ ઉત્પાદકો તેમજ ખાનગી ઈ-વાહનો માટે સરકારે યોજના ઘડી છે. આવનારા ૩ વર્ષોમાં ઈલેકટ્રીક બસોના સેગમેન્ટમાં રૂ.૨૫૦૦ કરોડ સુધીની સબસીડીની પોલીસી ઘડવામાં આવી છે. પોલીસી અંતર્ગત ૫૦ ફલીટથી વધુની બેટરી પર બર્લ્કના ભાવે વેચાણ કરવામાં આવશે. ઈલેકટ્રીક બસોના બર્લ્ક ટેન્ડર અંગે દિલ્હી, ગુજરાત, મહારાષ્ટ્ર અને પુણેમાં યોજનાઓનું અમલીકરણ કરવામાં આવશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.