Abtak Media Google News

જળ એ જ જીવન છે જરા તું સમજી લે, જળ નહિ તો જગ નહિ એ સમજી લે…

અદાણી ફાઉન્ડેશનનું જળ સંગ્રહ વધારવાની સાથે પાણીના સ્ત્રોતની જાળવણી, સાફ-સફાઈ, સમારકામ કરવાનો ધ્યેય

આજે વિશ્વ જળ દિવસ છે. જળ વિશે જનજાગૃતિ માટે દર વર્ષે 22 માર્ચે વિશ્વ જળ દિવસ મનાવવામાં આવે છે. આજે આપણે જળ વ્યવસ્થાપનમાં ઉત્તમ ઉદાહરણ સ્થાપિત કરનાર અદાણી જૂથની સફળ વાર્તાઓ વિશે જાણીશું. ઉદ્યોગો અને સામજીક ઉત્તરદાયીત્વ થકી અદાણી ગ્રુપે જળ વ્યવસ્થાપનમાં અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. પોર્ટથી એરપોર્ટ સુધી વિસ્તરેલા ઉદ્યોગોમાં પાણીને બચાવવા પાણીદાર ઉપાયો અને અભિગમો અપનાવવામાં આવ્યા છે. જળસંચય ક્ષેત્રે આદરેલી અનેકવિધ પ્રવૃત્તિઓના પગલે અદાણી ફાઉન્ડેશનને મળેલો જળશક્તિ એવોર્ડ તેને માન્યતા આપે છે.

ભારતમાં સ્વચ્છ પાણીના અભાવનો પડકાર વર્ષોથી રહ્યો છે. તેવામાં અદાણી જૂથની કંપનીઓએ જળ વ્યવસ્થાપન માટે અનેક નિર્ણાયક પગલાંઓ લીધાં છે. બિઝનેસમાં પાણીના ટીપેટીપાનો સદુપયોગ કરવા કંપનીએ ખાસ સિસ્ટમ વિકસાવી છે. બાંધકામ ઉદ્યોગમાં વપરાતા ઇન્સ્ટન્ટ કોંક્રિટ મિક્સ પ્રોપોર્શન અને મોડ્યુલર ક્યોરિંગ સોલ્યુશન આધારિત પ્રોડક્ટસથી પાણીની નોંધપાત્ર બચત થાય છે. વળી કંપનીએ વ્યવસાયિક કામગીરી અને સમુદાયો બંને માટે પાણીની સુરક્ષા સુનિશ્ચિત કરવા પ્રસંશનીય પગલાઓ લીધા છે. એક તારણ મુજબ અંબુજા સિમેન્ટ્સ 2011માં બે ગણું વોટર પોઝિટિવ હતું જે 2019માં આઠ ગણું બન્યું અને 2030 સુધીમાં 10 ગણું વોટર પોઝિટિવ બનાવવાની નેમ ધરાવે છે.

વાત સમાજીક ઉત્તરદાયીત્વની કરીએ તો, અંબુજાનગર ખાતે જળ સંસાધન વ્યવસ્થાપનને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. જેમાં સૂક્ષ્મ સિંચાઈ, પાણીની ગુણવત્તા પરીક્ષણ અને દરીયાઈ ખારાશના પ્રવેશને રોકવા કામ કરવામાં આવે છે. ચેકડેમ, તળાવો અને 4022+   બાંધકામ સહિત દરિયાકાંઠાના ગામોને ઘરેઘરે નળ કનેક્શન અપાયા છે.   અત્યાધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને રોપાઓને પાણી પુરું પાડવા ટ્રીટેડ વોટરનો ઉપયોગ કરવામાં આવે છે અને તેમાંથી બગીચાઓ અને ઇન-હાઉસ નર્સરી તૈયાર કરવામાં આવે છે. રિસાયક્લિંગ તકનીકોનો ઉપયોગ કરીને પાણીની જરૂરિયાતો સંતોષવામાં આવે છે.

અદાણી ફાઉન્ડેશન દ્વારા   મુંદ્રાની આસપાસ જળસંચય માટે વિવિધ કાર્યક્રમો ચલાવવામાં આવી રહ્યા છે. જળસંચય કાર્યક્રમનો મુખ્ય હેતુ જળસંગ્રહ વધારવાની સાથે પાણીના સ્ત્રોતની જાળવણી, સાફ-સફાઇ અને જળસ્ત્રોતોનું સમારકામ કરવાનો છે. જળસંચયથી સિંચાઇ કે પશુ જાળવણી માટે પુરતા પાણીનો પુરવઠો મળી રહેશે, જેના પરિણામો કચ્છ માટે વરદાનરૂપ બની શકે છે. વિવિધ ઉપાયોના વિનિયોગથી અદાણી જૂથે ‘જળ એ જ જીવન’ના સૂત્રને સાકાર કર્યું છે. આ પ્રકારની પહેલો ગ્રામીણ સમુદાયોને જળ પ્રબંધન મામલે સશક્ત બનાવે અને જીવનની ગુણવત્તામાં પણ વધારો કરે છે.

વરસાદનું પાણી રણ કે દરિયામાં વહી ન જાય અને ભરઉનાળે પાણી માટે વલખાં ન મારવા પડે તેવા ઉમદા હેતુથી વરસાદી પાણીના જળસંગ્રહનો અભિગમ અપનાવવામાં આવ્યો છે. તળાવોને જળદેવનું મંદિર સમજી તેમાં વધુને વધુ જળસંચય માટે તળાવો ઉંડા કરવાનું અભિયાન ચાલી રહ્યું છે. અદાણી ફાઉન્ડેશન દ્વારા કચ્છમાં પ્રોજેક્ટ ’સ્વજલ’ હેઠળ રૂફટોપ રેઈન વોટર હાર્વેસિ્ંટગ સ્ટ્રક્ચરના યુનિટ સ્થાપિત કર્યા છે, કૂવા અને બોરવેલ રિચાર્જ કર્યા છે, તળાવો ઉંડા કર્યા છે, ચેકડેમ અને બંધ બાંધ્યા છે તેમજ 1505+ ટપક સિંચાઈની સિસ્ટમો સ્થાપિત કરી છે. જળ સંરક્ષણમાં ઉત્કૃષ્ટ કામગીરીને જોતા જળશક્તિ મંત્રાલય દ્વારા ત્રીજા નેશનલ વોટર એવાર્ડમાં અદાણી ફાઉન્ડેશનને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.