Abtak Media Google News

મૂળી તાલુકાનાં સુજાનગઢ ગામે છેલ્લા ઘણા સમયથી પીવાનું પાણી ન આવતા લોકોને બહારથી ખેતરોમાં પાણી માટે રઝળપાટ કરવો પડી રહ્યો છે.જે અંગે અનેક વખત રજૂઆત કરી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી રહ્યા છે.જયારે સ્થાનિક અગ્રણી દ્વારા સ્વખર્ચે ટેન્કર શરૂ કરાતા પાણી માટે પડાપડી થઇ રહી છે.મૂળી તાલુકાનાં સુજાનગઢ ગામે અંદાજે પાંચ વર્ષ પહેલા ગ્રામજનોને પાણી મળી રહે તે માટે નર્મદાવિભાગ દ્વારા હાજરો રૂપીયાનાં ખર્ચે પાંચ કિમી દુર સુજાનગઢ ગામ સુધી પાઇપ લાઇન નાખવામાં આવી છે.પણ છેલ્લા ધણા સમયથી કોઇ કારણસર પાણી અનિયમિત આવતા ગ્રામજનોને પાણી માટે રઝળપાટ કરવાનો વારો આવ્યો છે.

ત્યારે સ્થાનિક અગ્રણી રસિકભાઇ કારેલીયા દ્રારા તંત્રની આશ રાખ્યા વગર સ્વખર્ચે પાણીનો ટેન્કર મારફતે ટીકરથી પાણી લાવી વિતરણ કરવામાં આવતા સ્થાનિકોમાં પાણી લેવા માટે પડા પડી જોવા મળી હતી. આ અંગે ગામનાં અગ્રણી રસિકભાઇ કારેલીયાએ જણાવ્યું હતુકે છેલ્લા ઘણા સમયથી સુજાનગઢ માં પીવાનું પાણી ન આવતુ હોવાથી લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. અને ખેતરોમાં પાણી માટે રઝળપાટ કરવો પડતો હતી જેથી સ્વખર્ચે ટેન્કર થકી પાણી વિતરણ શરૂ કરવામાં આવ્યુ છે.જયારે તંત્ર દ્રારા પીવા માટે પાણી અપાય તેવી અમારી માંગ છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.