Abtak Media Google News

નર્મદે સર્વદે ગુજરાતને ગર્વ દે ……..નર્મદા યોજનાના આરંભથી લઈ ડેમ નિર્માણ અને ડેમની ઊંચાઈ માટે અને ગુજરાતને પૂરતો લાભ મળી રહે તે માટે ગુજરાતની નેતાગીરી અને જન ચેતના એ નર્મદા મૈયા માટે કરેલી તપસ્યા હવે રંગ લાવી રહી હોય તેમ નર્મદાના જળ ગુજરાતને ખરા અર્થમાં તૃપ્ત કરવા માટે નિમિત બની રહ્યા છે ભગવાન શિવએ લોકોના કલ્યાણ માટે ધરતી પર આવેલી નર્મદા લોકમાતાનું બિરુદ આપી વરદાન આપ્યું હતું કે તેમના દર્શનથી જ મનુષ્યને પુણ્ય મળશે. આ કારણોસર નર્મદા જયંતીનો દિવસ ખૂબ જ વિશેષ માનવામાં આવે છે.ધાર્મિક ગ્રંથો અનુસાર નર્મદા નદી પ્રલય દરમિયાન પણ શાંત રહે છે અને તેના દર્શનથી જ લોકોનો ઉદ્ધાર થઇ જાય છે.

દેશની પાંચ મોટી અને સાત પવિત્ર નદીઓની યાદીમાં સામેલ છે. ગંગા, યમુના, સરસ્વતીની સમાન નર્મદાનું મહત્વ છે. મહર્ષિ માર્કન્ડેય અનુસાર નર્મદાના કણ કણમાં ભગવાન શિવ છે. તેમાં સ્નાન, પાણીનો સ્પર્શ કરવો અથવા માત્ર દર્શનથી જ પુણ્ય મળે છે. ગુજરાત સાથે નર્મદા મૈયા નુ સવિશેષ નાતો રહ્યો છે ગુજરાત માટે નર્મદે સર્વદે ગુજરાતને ગર્વ દે ની ઉક્તિ અને અત્યાર સુધી નર્મદા મહિનાની કરેલી સાધનાનું પુણ્યફળ મળવાના દિવસો આવી ગયા હોય તેમ નર્મદા ડેમની ઊંચાઈ વધાર્યા બાદ ગુજરાતને મળનારા ફાયદા આ વર્ષે જ શરૂ થઈ જશે ગુજરાતને આ વર્ષે 117 મિલિયન એકર ફીટ પાણી આપવાનો નિર્ણય કરી તેનો અમલ થઈએ ઉનાળામાં ગુજરાતને પાણીની જરા પણ ખેંચ નહીં રહે

નર્મદા બંધ બાંધવાથી લઈ યોજના સંપૂર્ણપણે સાકાર કરવા માટેની દાયકાઓ થી ચાલી રહેલી કવાયતમાં ગુજરાતને ગુજરાતની નેતાગીરી નું યોગદાન યશસ્વી રહ્યું છે ડેમની ઊંચાઈ વધારવાથી લઈ નર્મદા ના વિકાસ માટે ગુજરાતની જે પ્રતિભદ્ધતા રહી હતી તે અનુપમ છે આમ પણ ધાર્મિક દ્રષ્ટિએ ગુજરાતીઓ નર્મદાને સવિશેષ ચાહે છે હવે નર્મદા જિલ્લાના સરદાર સરોવર ડેમને ગુજરાતની જીવા દોરી માનવામાં આવે છે આ જીવા દોરી જેવા ડેમમાંથી ગુજરાતને ચાલુ વર્ષે 11.7 મેટ્રિકફીટ પાણી આપવાનું નક્કી કરાયું છે.

નર્મદા ડેમની ઊંચાઈ વધારે બાદ ગુજરાતને પ્રથમવાર આટલી મોટી જળ રાશિ પ્રાપ્ત થઈ રહી છે ગુજરાતની ખેતી જનજીવન અને ઉદ્યોગને નર્મદા મૈયા ના જલથી સંજીવનીત નહીં પરંતુ હિમાલય જેવી વૃદ્ધિ પ્રાપ્ત થશે ગુજરાતની જનતા માટે ખૂબ જ શુકનવંતા સમાચાર બની રહેલા આજના નર્મદા ડેમની ઊંચાઈ વધારે બાદ ગુજરાતને સૌથી વધુ પાણી આપવાની તૈયારી બાદ નર્મદા ના પાણીનો ગુજરાતમાં મહત્તમ ઉપયોગ કરવાના દિવસો દૂર નહીં રહે આમ ગુજરાત દ્વારા કરવામાં આવેલી નર્મદા મૈયા ની સાધના હવે ફરી ભૂત થવાના દિવસો આવ્યા છે.

નર્મદાના નીર ઘેર ઘેર પહોંચાડવા માટે સરકાર અને તંત્રના પ્રયાસો થી રાજ્યના તમામ વિસ્તારો અને કેટલાક ન પાણી આ ગણાતા વિસ્તારોમાં પણ નર્મદા જિલ્લો અભિષેક થવા લાગ્યો છે સૌની યોજના માં નર્મદાના જળ જળાશયોમાં ભરાવવાનું શરૂ થઈ ગયું છે અને નલ સેજલ યોજના ના માધ્યમથી ઘેર ઘેર લોકોના પાણીયારા સુધી નર્મદા નું પાણી પહોંચી ચૂક્યું છે હવે નર્મદાનું પાણી સિંચાઈ માટે વધુમાં વધુ ઉપયોગમાં લઈ શકાય તેવા આયોજન પણ વેગમાન છે ત્યારે આજનો દિવસ ગુજરાત માટે શુકનવંતો બની રહે અને પીવાના પાણીની જેમ સિંચાઈ અને ઉદ્યોગને પણ નર્મદા નું પાણી તૃપ્તિ આપે તો ગુજરાતમાં સોનાનો સુરજ ઉગતા કોઈ નહીં રોકી શકે અને ગુજરાતની એ સમૃદ્ધિ ખરા અર્થમાં નર્મદા મૈયા ના આશીર્વાદ જ ગણાશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.