Abtak Media Google News

19 સપ્ટેમ્બરે આદિત્ય એલ1 પૃથ્વીની ભ્રમણ કક્ષામાંથી દૂર જઈ સૂર્ય તરફની યાત્રા શરૂ કરશે

ભારતના પ્રથમ સૂર્યમિશન હેઠળ અંતરિક્ષમાં મોકલાયેલા આદિત્ય એલ-1 સ્પેસક્રાફ્ટે ચોથા અર્થ બાઉન્ડ મેન્યુવરની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી. સરળ ભાષામાં સમજયે તો પૃથ્વીનું ચોથુ રાઉન્ડ લગાવ્યું છે અને યાન પૃથ્વીથી 1.21 લાખ કિલોમીટર દૂર પહોંચ્યું છે. 19 સપ્ટેમ્બરે આદિત્ય એલ1 પૃથ્વીની ભ્રમણ કક્ષામાંથી દૂર જઈ સૂર્ય તરફની યાત્રા શરૂ કરશે.આદિત્ય એલ1 દ્વારા જે અર્થ બાઉન્ડ મેન્યૂવર કરવામાં આવ્યું તેનો અર્થ એ થાય છે કે પૃથ્વીનો ચક્કર લગાવતાં ગુરુત્વાકર્ષણ બળના માધ્યમથી મુસાફરી માટે ઝડપ પેદા કરવી.  સૂર્યનો અભ્યાસ કરવા માટે અંતરિક્ષમાં મોકલાયેલું આદિત્ય એલ-1 ભારતનું પ્રથમ સ્પેસ ઓબ્ઝર્વેટરી છે.

Advertisement

સૂર્ય અને પૃથ્વી વચ્ચે પાંચ લેગ્રેંજ પોઈન્ટ આવેલા છે. લેગ્રેંજ પોઈન્ટ એને કહેવાય છે જ્યાંથી સૂર્યને કોઈપણ પ્રકારના ગ્રહણ કે અવરોધ વિના જોઈ શકાય છે. આદિત્ય એલ-1ને લેગ્રેંજ પોઈન્ટ 1 પર મોકલાશે. પૃથ્વીથી આ લેગ્રેંજ પોઈન્ટ 1નું અંતર 15 લાખ કિ.મી. છે. જોકે સૂર્યથી પૃથ્વીનું અંતર 15 કરોડ કિ.મી. છે.  અર્થ બાઉન્ડ મેન્યૂવર સફળ થઈ રહ્યું છે. ઈસરોના મોરેશિયસ, બેંગ્લુરુ શ્રી હરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટર અને પોર્ટ બ્લેયરના ગ્રાઉન્ડ સ્ટેશનની મદદથી ઓપરેશન દરમિયાન સેટેલાઈટને ટ્રેક કરાયું હતું. આદિત્ય એલ-1 માટે ફિજી ટાપુ પર હાજર ટ્રાન્સપોર્ટેબલ ટર્મિનલ પોસ્ટ બર્ન ઓપરેશનમાં સ્પેસક્રાફ્ટની મદદ કરશે.

ઈસરોનું અવકાશયાન 16 દિવસ સુધી પૃથ્વીની આસપાસ ફરશે. આ દાવપેચ દરમિયાન આગળની મુસાફરી માટે જરૂરી ગતિ પ્રાપ્ત થશે. પાંચમી પૃથ્વી બાઉન્ડ દાવપેચના સફળ સમાપ્તિ પછી, આદિત્ય ક-1 તેની 110 દિવસની મુસાફરી માટે લેગ્રેન્જ પોઈન્ટ માટે રવાના થશે. ઈસરોએ કહ્યું છે કે તે અવકાશયાન દ્વારા સૂર્યની ગતિવિધિઓ પર નજર રાખવામાં મદદ કરશે. આદિત્ય એલ-1 સાથે ઘણા પ્રકારના ઉપકરણો મોકલવામાં આવ્યા છે, જેના દ્વારા સૂર્યનો અભ્યાસ કરવામાં આવશે. સૌર જ્વાળાઓ, સૂર્યમાંથી નીકળતી કોરોનલ માસ ઇજેક્શન જેવી વસ્તુઓ પર નજર રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.