Abtak Media Google News
  • સમૃદ્ધ ગુજરાતી કોષ ભગવદ્રો મંડળના સર્જક અને રાષ્ટ્રનું પ્રથમ ટેક્સ ફ્રી  સ્ટેટ ગોંડલ રાજ્યના આદર્શ સર ભગતસિંહજીના વંશજ
  • સર ભગવતસિંહજીએ  વાઇસરોયને પણ કહી દીધું હતું કે જો રાજકુમાર કોલેજનું નામ બદલવામાં આવશે તો  ગોંડલ રાજ્ય તરફથી સહાય મળશે નહીં તે   રાષ્ટ્રપ્રેમ પ્રતિપાદિત કરે છ,: મહારાજા  હિમાંશુસિંહજી
  • 17 માં ઉતરાધિકારી તરીકે મહારાજા  હિમાંશુસિંહજીએ  તત્કાલીન ગોંડલના સેવક તરીકે કીર્તિમાન  અને સક્ષમ બને તેવી  ઉપસ્થિત રાજવીઓ વતી શુભેચ્છા આપું છું,:  માંધાતાસિંહજી  જાડેજા

​રાજાશાહી અને લોકશાહીનું પ્રતીક ગણાતી એટલે રાજકોટની   રાજકુમાર કોલેજ જેમાં જેમનું અમૂલ્ય યોગદાન રહ્યું છે. તેવા એચએચ મહારાજા સર ભગવતસિંહજી ઓફ ગોંડલના વંશજ અને  પરિવારના મોભી તેમજ રાજકુમાર કોલેજના ફાઉન્ડિગ મેમ્બર એચ એચ મહારાજા હિમાંશુસિંહજી ઓફ ગોંડલનું  તારીખ 11 ને રવિવારના રોજ રાજકુમાર કોલેજના આંગણે અદકેરું સન્માન સમારોહ ગરિમા પૂર્વક પૂર્વરાજવીઓ, રાજપરિવારના સદસ્યો, અગ્રગણીયઓની ઉપસ્થિતિમાં ભવ્યથી ભવ્ય રીતે સમારોહ ઉજવવામાં આવ્યું છે.

Advertisement

​વધુ વિગત મુજબ આદર્શ, સાદગી યુક્ત અને  દીર્ઘદ્રષ્ટા એચએચ મહારાજા સર ભગતસિંહજીના વંશજ તરીકે  ગોંડલના  17માં ઉતરાધીકારી  તરીકે એચએચ મહારાજા હિમાંશુસિંહજી ઓફ ગોંડલના ઘોષિત   તારીખ 22 જાન્યુઆરી  રોજ અયોધ્યા ખાતે  રામલ્લા ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના શુભ દિવસે રાજતિલક કરી રાજ્યઅભિષેક કરવામાં આવ્યુ હતું. આથી રાજકુમાર કોલેજ દ્વારા ફાઉન્ડિગ મેમ્બર અને પેટરન મેમ્બરના નાતે  એચએચ મહારાજા હિમાંશુસિંહ ઓફ ગોંડલનું  સૌરાષ્ટ્રની વિરાસત સમા રાજકુમાર કોલેજના પ્રિન્સિપલ બંગ્લોઝ ખાતે આરકેસીના ટ્રસ્ટીગણ,રાજવી અને રાજ પરિવારના સભ્યોની ઉપસ્થિતિમાં રાજકુમાર કોલેજના પ્રેસિડેન્ટ અને રાજકોટના એચએસ ઠાકોર સાહેબ માંધાતાસિંહજી જાડેજા દ્વારા એચ એચ હિમાંશુસિંહજી ને પાઘડી પહેરાવી, કાસ્ટેડ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ તકે પ્રમુખ સ્થાનેથી માંધાતાસીહજી જાડેજાએ જણાવ્યું હતું કે એચએચ સર ભગવતસિંહજી બાપુ રાજકુમાર કોલેજમાં અભ્યાસ દરમિયાન  હંમેશા લાઇબ્રેરીમાં પુસ્તકો સાથે જોવા મળતા હતા. અને  પોતે  રાજવી તરીકે  સક્ષમ વહીવટ કરતા, વહીવટી કુશળતા અને દીર્ઘદ્રષ્ટા તરીકે પ્રસ્થાપિત થયા હતા. એચએચ મહારાજા સર ભગવતસિંહજી બાપુએ બે કબાટ ભરીને અલભ્ય પુસ્તકો આરકેસી ને ડોનેટ કરેલા જે આજે ભાવસિંહજી હોલને સુશોભિત કરે છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે  ગોંડલને એક આદર્શ રાજ્ય બનાવવામાં  સિંહ ફાળો રહ્યો છે. તેનાજ વંશજ એચ.એચ મહારાજા હિમાંશુસીહને સન્માનિત કરતા સૌ એ ગૌરવની પળ અનુભવી હતી. જેમણે બગી અને વીન્ટેજ કારનું સમૃદ્ધ કલેક્શન તેમજ જૂના દરબારગઢમાં ઐતિહાસિક મ્યુઝિયમનું આદર્શ  સંચાલન થી ગોંડલ અને રાજવી પરિવાર અલગ ઓળખ માટે જાણીતા બન્યા છે. તેમજ તેમને મળેલા વારસાને પરી પૂર્ણ રીતે નિભાવવામાં ઉત્તીર્ણ ઉતરીયા છે.તેમ અંતમાં ઠાકોર સાહેબ માંધાતાસિંહજી જાડેજાએ જણાવ્યું હતું.

​આ તકકે એચએચ મહારાજા હિમાંશુસિંહજી ઓફ ગોંડલએ પ્રતિભાવ આપતા   જણાવ્યું હતું કે રાજ્યાભિષેક ઉત્સવ  માત્ર  સદી જૂની  ગોંડલ ગાદીને સન્માનીત કરવાનો  અવસર નથી  પરંતુ સાથે સાથે  પરંપરા અને સંસ્કૃતિને ઉજાગર કરવાની સુનેરી પળ હતી. ગોંડલના નગરજનો માટે સેવા કરવાનું મળેલું ઉત્તરદાયિત્વ નિભાવવા માટે  જવાબદારીમાં પરિપૂર્ણ  ઉતરીશ. અમારા પૂર્વજોએ આરકેસી માં આપેલા યોગદાનને ધ્યાનમાં રાખી વર્તમાન આરકેસીના વિકાસમાં મારું યોગદાન અચૂક રહેશે.  આરકેસી ના પ્રમુખ અને રાજકોટ ઠાકોર સાહેબ માંધાતાસિંહજી, ટ્રસ્ટીઓ, પ્રિન્સિપાલ, સ્ટાફ  દ્વારા જે મારું  સન્માન કરવામાં આવ્યું છે. આ તકે હું તેનો આભાર વ્યક્ત કરું છું. આ સાથે યાદ આપવું કે  મહારાજા સર ભગતસિંહજી પણ  આર.કે.સી. માં અભ્યાસ કર્યો હતો.બાદ તેમને પોતાના કાર્યકાળ માં ગુજરાતી સૌથી મોટો શબ્દકોષ ભગવદ્રો મંડળ તૈયાર કરી શક્યા અને આધુનિક ગોંડલ બનાવી અને ભારતનું સૌ પ્રથમ ટેક્સ ફ્રી રાજ્ય  કરી શક્યા તે પણ ગૌરવની વાત છે. આ શ્રેય પણ આર.કે.સી.ને આપુ છું.તેમ અંતમાં જણાવ્યું હતું.

કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા ગુજરાતની નોન ગ્રાન્ટેડ ખાનગી શાળાની કેટેગરીમાં ઉત્કૃષ્ટ શિક્ષણ અપવા બદલ  રાજકુમાર કોલેજને દિલ્હી ખાતે કેન્દ્રીય  શિક્ષણ મંત્રાલયના રાજ્ય કક્ષાના મંત્રી ડોક્ટર સુભાષ સરકાર ના હસ્તે  2024નો એજ્યુકેશન એક્સેલન્સ એમપાવરીંગ  ઇન્ડિયા  એવોર્ડ  એનાયત કરવામાં આવ્યોછે. આ તકકે આરકેસીના પ્રેસિડેન્ટ માંધાતાસિંહજી જાડેજાએ જણાવ્યું હતું.કે આરકેસી ઉચ્ચતમ શિક્ષણ સાથે સફળતાના શિખરો સર કર્યા તે બદલ પ્રિન્સિપાલ, સ્ટાફ અને ટ્રસ્ટીગણોને અભિનંદન પાઠવ્યા હતા.

સન્માન સમારંભમાં આરકેસી પ્રેસિડેન્ટ માંધાતાસિંહજી જાડેજા, ટ્રસ્ટી ગણ એચ.એચ.ઠાકોર સાહેબ જયદિપસિંહજી ઓફ લીબડી, એચ.એચ.ઠાકોર સાહેબ  પદ્મરાજસિંહજી ઓફ ધ્રોલ, ઠાકોર સાહેબ કૃષ્ણકુમારસિંહજી ઓફ ચુડા, ઠાકોર સાહેબ કિર્તીકુમારસિંહજી ઓફ લાઠી, ઠાકોર સાહેબ જીતેન્દ્રસિંહજી ઓફ મુળી, એચએચ મહારાણા રાજસાહેબ કેશરીદેવસિંહ ઓફ  વાંકાનેર,રાણી સાહેબ વાંકાનેર ,એચ.એચ.ઠાકોર સાહેબ ચૈતન્યદેવસિંહજી ઓફ વઢવાણ,નવાબ સાહેબ બાલાસિનોર, રાણી સાહેબ રાજકોટ,  રાણી સાહેબ  ધ્રોલ, રાણી સાહેબ લાઠી, , ઠાકોર સાહેબ સાયલા, દરબાર સાહેબ અમરનગર, ઠાકોર સાહેબ અને રાણી સાહેબ વિરપુર, દરબાર સાહેબ રાજસીંહજી ઓફ ઠાંક,યુવરાજ સાહેબ અને યુવરાણી સાહેબ મુળી, યુવરાજ સાહેબ વઢવાણ,  યુવરાજ સાહેબ અને યુવરાણી સાહેબ ચુડા, કુમાર સાહેબ સૂર્યવીરસિંહજી  ઇડર, દરબાર સાહેબ રાઘવેન્દ્રસિંહજી  દરેડ, કુમાર  સાહેબ હકુમતસિંહજી કોટડા સાંગાણી  અને યુવરાજ સાહેબ ખિરસરા સહિત ઓરબીટ બેરિંગ  પ્રેસિંડેન્ટ શ્રી વિનેશભાઈ પટેલ, ઓઆરએ ના પ્રેસિડેન્ટ આદરણીય યોગેશભાઈ  વઢવાના સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.