Abtak Media Google News

ગાળો બોલવા બાબતે દિયરને ટપારતા ઈટ ઝીકી દીધી: સામાપક્ષે સગા ભાઈ અને ભાભીએ કુહાડી મારતા યુવાનને સારવાર અર્થે ખસેડાયો

શહેરના ભગવતી પરા વિસ્તારમાં નજીવી બાબતે દિયર અને ભોજાઈ વચ્ચે ઝઘડો થયાની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં ભાભીએ ગાળો બોલવાની ના પાડતાં દિયરે ઈટનો ઘા ઝીંકી દીધી હતો જ્યારે સામાપક્ષે સગા ભાઈ અને ભાભીએ કુહાડીનો ઘા ઝીંકી દેતા યુવાનને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ભગવતીપરા વિસ્તારમાં સુખાસાગર રોડ પર રહેતા મંજુલાબેન સંજયભાઈ પરમાર નામની 25 વર્ષની પરિણીતા પર તેના જ દિયર સાવન ભીખા પરમારે ઈટ મારી દેતા પરિણીતાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. જેમાં હોસ્પિટલના બિછાને રહેલા મંજુલાબેનએ જણાવ્યું હતું કે તેમનો દિયર સાવન દારૂના નશામા ધૂત થઈ ઘરમાં ગાળો બોલતો હોય જે બાબતે ટપારતા ઉશ્કેરાયેલા સાવને ભાભી મંજુલા બેનને ઈટ મારી દેતા તેણીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

તો બીજી તરફ સાવન ભીખાભાઈ પરમાર નામના 29 વર્ષના યુવાનને તેના જ ભાભી અને સગા ભાઈએ કુહાડીથી હુમલો કરતા ઘવાયેલા યુવાનને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે બંને પક્ષે ઘટનાની નોંધ કરી આગળની તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.