Abtak Media Google News

સેનિટેશન ચેરમેનનો વોર્ડ સૌથી ચોખ્ખો: ડે.મેયરનો વોર્ડ બીજા નંબર: વિજેતાઓને એવોર્ડથી વધાવાયા

સ્વચ્છતા અંગે જાગૃતિ કેળવવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હોટલ, હોસ્પિટલ, સ્કુલ, માર્કેટ, સરકારી કચેરીઓ અંને  સ્વચ્છ રેસીડેન્સ વેલ્ફેર એસોસિએશન/મોહલ્લા તથા સ્વચ્છ વોર્ડ વગેરે જુદી જુદી કેટેગરીમાં   સ્વચ્છતા રેન્કિંગ સ્પર્ધાનું આયોજન કરવામા  આવ્યુંં હતુ.

Advertisement

આજે    સ્વચ્છતા રેન્કિંગ સ્પર્ધામાં વિજેતાઓને એવોર્ડ વિતરણ સમારોહ ડે.મેયર અને ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહના અધ્યક્ષ સ્થાને  યોજાયો હતો. આ અવસરે સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, શાસકપક્ષ નેતા વિનુભાઈ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા, સેનિટેશન કમિટી ચેરમેન અશ્વિનભાઈ પાંભર, ડે.કમિશ્નર એ.આર.સિંહ, પર્યાવરણ અધિકારી નિલેશ પરમાર, નાયબ પર્યાવરણ અધિકારી પ્રજેશ સોલંકી, આસી.મેનેજર આશિષ વોરા તેમજ સ્પર્ધાના વિજેતાઓ ઉપસ્થિત રહંયા હતા.આ પ્રસંગે ડે.મેયર અને ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહે  જણાવ્યું હતુ કે,  સ્વચ્છતામાં રાજકોટે સાતમું સ્થાન પ્રાપ્ત કરેલ છે.

પરંતુ તેનાથી આગળ વધવા માટે સૌ સંસ્થા, કચેરીઓ, સ્કૂલો, માર્કેટો તેમજ તમામ શહેરીજનોના સહકારથી આ આભિયાનમાં આગળ વધી શકાશે.  સ્વચ્છ હોસ્પિટલમાં નેત્રદીપ હોસ્પિટલ ,  વિંગ્સ હોસ્પિટલ અને  એન.એમ વિરાણી વોકહાર્ટ હોસ્પિટલ વિજેતા બની હતી.  સ્વચ્છ હોટલની કેટેગરીમા,  ધ ફર્ન હોટેલ જે.પી.એસ ફોચ્ર્યુન પાર્ક હોટેલ અને  પેટ્રોયા સુઈટસ હોટેલ સ્વચ્છ રેસીડેન્સ વેલ્ફેર એસોસીએશનમાં  શ્યમલ વાટિકા,  કસ્તુરી એવિયરી, વસંત વાટીકા સ્વચ્છ સ્કુલમાં આર.કે.સી. (રાજકુમાર કોલેજ), કેન્દ્રીય વિદ્યાલય અને એસ.એન.કે.સ્કુલ સ્વચ્છ  માર્કેટ એસોસીએશનમાં  નક્ષત્ર-8, સ્વર્ણભૂમિ કોમ્પ્લેક્ષ, વિઝન 2020 સ્વચ્છ  સરકારી કચેરી માં પી.જી.વી.સી.એલ કોર્પોરેટન ઓફીસ, જી.એસ.ટી. ઓફીસ, ઈન્ડીયન ઓઈલ કોર્પોરેશન, એ.જી. ઓફીસ સ્વચ્છ વોર્ડ માં વોર્ડ નં.8, વોર્ડ નં.2 અને વોર્ડ નં.5 વિજેતા બન્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.