Abtak Media Google News

અફઘાનિસ્તાનના ટોપ ઓર્ડરના ત્રણ બેટ્સમેનોની અડધી સદી: નૂર અહેમદે ત્રણ વિકેટ ઝડપી

Afghanistan 1

ક્રિકેટ ન્યૂઝ 

અફઘાનિસ્તાને વર્લ્ડ કપ 2023ની પાંચમી મેચમાં પાકિસ્તાનને 8 વિકેટે હરાવીને ઈતિહાસ રચ્યો હતો. વર્લ્ડ કપ 2023માં અફઘાન ટીમની આ બીજી જીત હતી. આ પહેલા ટીમે ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડને હરાવીને મોટો અપસેટ સર્જ્યો હતો અને હવે તેણે ઘઉઈં રેન્કિંગમાં બીજા ક્રમે રહેલા પાકિસ્તાનને હરાવ્યું છે. આ જીત સાથે અફઘાનિસ્તાને ઘણા મોટા રેકોર્ડ પોતાના નામે કર્યા. અફઘાનિસ્તાને વર્લ્ડ કપમાં પહેલીવાર પાકિસ્તાનને વનડેમાં હરાવ્યું. આ પહેલા બંને વચ્ચે 7 વનડે રમાઈ હતી જેમાં પાકિસ્તાનનો વિજય થયો હતો. પરંતુ હવે અફઘાનિસ્તાન આ રેકોર્ડને 1-7 પર લાવી દીધો છે. વર્લ્ડ કપમાં પાકિસ્તાનની ટીમે કુલ 14 વખત 275થી વધુ રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેમાં ટીમ 13 વખત જીતી હતી અને એક વખત હારનો સામનો કરવો પડ્યો હતો. પાકિસ્તાનને આજની મેચમાં અફઘાનિસ્તાન હાથે આ એક હાર મળી હતી. પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને 50 ઓવરમાં કુલ 282/7 રન બનાવ્યા હતા, જેમાં અફઘાનિસ્તાનની ટીમે 8 વિકેટ અને 1 ઓવરમાં ચેઝ કરી લીધો હતો.

અફઘાનિસ્તાન શરણાર્થીઓને મેન ઓફ ધ મેચનો એવોર્ડ સમર્પિત કરતો ઝાદરાન

ઇબ્રાહિમ જાદરાને પ્લેયર ઓફ ધ મેચની ટ્રોફી જીત્યા પછી પાકિસ્તાનને લઇને એક નિવેદન આપ્યુ હતુ, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યું છે. ઇબ્રાહિમે કહ્યુ, હું આ પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડને તે લોકોને સમર્પિત કરવા માંગુ છું, જેમણે પાકિસ્તાનથી પરત પોતાના ઘર અફઘાનિસ્તાન મોકલવામાં આવી રહ્યાં છે. જાદરાને આ નિવેદન ત્યારે આપ્યુ જ્યારે પાકિસ્તાને દસ્તાવેજ ના ધરાવનારા અફઘાનિસ્તાનના તમામ શરણાર્થીઓને 1 નવેમ્બર સુધી દેશ છોડવા માટે કહ્યું છે. આ નિર્ણયથી પાકિસ્તાનમાં રહેતા 17 લાખ ગેરકાયદેસર અફઘાન શરણાર્થીઓ પર અસર પડી છે. પાકિસ્તાનના અધિકારીઓ અનુસાર, અત્યાર સુધી દસ્તાવેજ વગર શરણાર્થીઓને બહાર કરવાની ડેડલાઇન જાહેર થયા પછી 50 હજાર કરતા વધુ ગેરકાયદેસર શરણાર્થીઓને અફઘાનિસ્તાન મોકલવામાં આવ્યા છે. આ જાહેરાતની તાલિબાન શાસિત અફઘાનિસ્તાને ટિકા કરી છે.

પાકિસ્તાન ચાર મેચ જીતી સેમી ફાઇનલમાં એન્ટ્રી મેળવી શકે

બાબર આઝમની કેપ્ટનશીપવાળી ટીમ જો બાકીની 4 મેચ જીતી જાય તો ટીમના ખાતામાં 6 જીત બાદ 12 અંક થાય. આ દરમિયાન ટીમનો નેટ રનરેટ ખુબ મહત્વનો બની રહેશે. ટીમ સારા માર્જિન સાથે જીતવામાં સફળ થાય તો પોતાના દમ પર સેમી ફાઈનલમાં પહોંચી શકે છે. જો કે ફક્ત જીત જ સેમી ફાઈનલની ટિકિટ નહીં અપાવે. કારણ કે અન્ય ટીમો પાસે 14 કે તેથી વધુ અંકો સુધી પહોંચવાની તક છે. 1992ના વર્લ્ડ કપ વિજેતા રહી ચૂકેલી ટીમ હાર સહન કરી શકશે નહીં. જો સાઉથ આફ્રિકા વિરુદ્ધ આગામી મેચ ટીમ હારી જાય તો પછી સેમી ફાઈનલના દરવાજા બંધ થઈ શકે છે. આવનારી ચારેય મેચ પાકિસ્તાન માટે અઘરી છે. કારણ કે સાઉથ આફ્રિકા અને ન્યૂઝીલેન્ડની ટીમ હાલ દમદાર પ્રદર્શન કરી રહી છે. જ્યારે ઈંગ્લેન્ડ પણ ડિફેન્ડિંગ ચેમ્પિયન છે. ભલે તે હાલ પોઈન્ટ ટેબલમાં સૌથી છેલ્લે હોય પણ ગમે ત્યારે બાઉન્સ બેક કરી શકે છે. બાંગ્લાદેશ પણ પોતાના દમ પર કોઈને પણ હરાવવા માટે સક્ષમ છે. આ જ કારણ છે કે પાકિસ્તાન માટે આગામી સમય કપરો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.