તાલિબાન અને એના પાક,”સહૃદયી”ને ઓળખવામાં વિશ્વની મોટામાં મોટી ભૂલ!: ૨૦ વર્ષની મહેનત ૧૦ દિવસમાં જ સ્વાહા !!

 અફઘાન હવાઈ સફરથી “ઓઝલ”

અફઘાનિસ્તાનમાં શાંતિ માટે બે દાયકાની મહેનત, વૈશ્વિક આંતકવાદનો ખાત્મો કરવાની મહેચ્છા તાલિબાનોએ દશ દિવસમાં ખતમ કરીને જગતને જે આજ કો આપ્યો છે તેની પાછળ પાકિસ્તાનની બે મોઢાની વાત કારણભૂત?

અફઘાનિસ્તાન પર કબજા ને લઈનેઆંતરરાષ્ટ્રીય હવાઈ પરિવહન મંડળ ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા સોમવારે અફઘાનિસ્તાનને નાગરિક ઉડ્ડયન સેવા થી બાકાત રાખવાનું નિર્ણય જાહેર કરતા અફઘાન હવે હવાઈ સફર થી સંપૂર્ણપણે ગઝલ બની ચૂકી છે અફઘાનિસ્તાન ના વિવિધ એરપોર્ટ પરથી યુરોપ અને એશિયા ના વિવિધ દેશોમાં ખૂબ જ મોટો ટ્રાફિક રહેતો હોય છે

જો કે છેલ્લા કેટલાક સમયથી કોરોના ના કારણે અફઘાનિસ્તાન સાથેની એર કનેક્ટિવિટી માં અને ટ્રાફિક માં ખુબ જ ઘટાડો જોવા મળ્યો હતો જોકે હવે અફઘાનિસ્તાનમાં સત્તા પરિવર્તન ને લઈને ઇન્ટરનેશનલ ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા પાકિસ્તાની નાગરિક સેવા સ્થગિત કરવાનો નિર્ણય કર્યો હતો.

વૈશ્વિક આંતકવાદના ખાતમાં સામે જ્યારે જગત આખું એક થતું હતું ત્યારે અફઘાનિસ્તાનમાં બેઠા-બેઠા તાલિબાનો પાકિસ્તાન ની મદદ જય પોતાની તાકાત વધારી રહ્યા હતા

અમેરિકા અફઘાનિસ્તાન માંથી તેના પછી બોલાવવાના નિર્ણયમાં કરેલી ઉતાવળ તાલિબાનો ને દોડવું હતું ને ઢાળ આપી દીધું

પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય હવાઈ સેવા સંગઠન દ્વારા દેશ ઉપર તાલિબાનોનો સંપૂર્ણ કબજો આવી જાય તે પહેલા 10 મી ઓગસ્ટ એક માર્ગદર્શિકા જાહેર કરીને દરેક એરલાઇન્સને પોતાના જોખમે સેવા બહાલ કરવાનું જણાવી દેવાયું હતું અને એ સી એ દ્વારા બીજી જાહેરાત ન થાય ત્યાં સુધી કાબુલ નો એરપોર્ટ બંધ કરી દેવાશે તેમ જણાવી દીધું છે અન્ય દેશો અને વિમાન સેવા ચલાવતી કંપનીઓને જો સેવા ચાલુ રાખવી હોય તો પોતાના જોખમે ચાલુ રાખી શકે સોમવારે અફઘાનિસ્તાનની સરકારના પતન બાદ હવાય પરિવહન મંડળ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી

હવે ધીરે ધીરે અફઘાનિસ્તાનમાં નાગરિક ઉડ્ડયન વ્યવસ્થા સંપૂર્ણપણે ઠપ થઈ જવા તરફ પરિસ્થિતિ આગળ વધે ત્યારે ભારત વિશ્વના અનેક દેશોના નાગરિકો હજુ અફઘાનિસ્તાનમાં ફસાઈ જવા પામ્યા છે ત્યારે નાગરિક ઉડ્ડયન સેવા બંધ કરવાના આંતરરાષ્ટ્રીય હવાઈ પરિવહન મંડળના નિર્ણય થી અફઘાન છોડવા માટે તૈયાર થયેલા નાગરિકોમાં ભારે મુશ્કેલી ઊભી થઈ છે

પાકિસ્તાન અને ચીન ની મિલીભગતથી તાલિબાન પોતાની સરકારને માન્યતા અપાવવા ની હિંમત કરી રહ્યું છે

અફઘાનિસ્તાનમાં ફાવી ગયેલું તાલિબાન હવે વધુ શક્તિશાળી  બની જાય તો… જગત માટે સો મણનો સવાલ

અફઘાનિસ્તાન સરકાર નું નાટ્યાત્મક રીતે પતન કરવામાં તાલિબાનોનેપ્રમાણમાં ખુબ જ સરળતાથી સફળતા મળી ચૂકી છે ત્યારે સવાલ એ ઉભો થાય કે તાલિબાન અને પાકિસ્તાનના સહૃદય સબંધોની ઓળખવામાં વિશ્વ આખું થાપ ખાઈ ગયા નું હવે મસ્ત બની ગયું છેઅલ કાયદાને ભરી પીવા માટે અમેરિકાએ ચલાવેલી લશ્કરી કાર્યવાહી દરમિયાન તાલિબાનોને ઓળખવામાં પણ અમેરિકાની વિદેશ નીતિ સંપૂર્ણપણે નિષ્ફળ પુરવાર થઇ છે

૨૦૨૦ માં દોહા કરાર વખતે ફ્રી સમીક્ષામાં પણ તાલિબાન અને અલ-કાયદાની કનેક્શન ની કોઈએ નોંધ સુદ્ધા લીધી ન હતી પરંતુ હેબતુલ્લહ ઉખાન્ડઝડા વી ઝવાહિરી,હક્કાની સાથે તાલિબાનોનું કનેક્શન હતું પરંતુ કોઇએ ધ્યાન એ લીધું નહીં સંયુક્ત રાષ્ટ્રસંઘે ગયા વર્ષે આપેલા એક અહેવાલમાં અફઘાનિસ્તાનમાં હજુ પણ અલકાયદા સક્રિય છે અને તાલિબાનો અને પીઠબળ આપતાં હોવાનું જગતને જણાવ્યું હતું કે તાલિબાન સાથે લશ્કર-એ-તોઈબા મોહમ્મદ જેવા ભારતના દુશ્મનોએ પાકિસ્તાનમાં સક્રિય આંતકવાદીઓ પણ જોડાયેલા હતા અફઘાનિસ્તાનમાં એક હજાર જેટલા લડવૈયાઓ ને તાલિબાન સંઘરીને બેઠું હતું અને આ બંને સંગઠનો પાકિસ્તાન સંસ્થા આઈએસઆઈ સાથે જોડાયેલા હતા

તાલિબાનોની આ ગાંઠ ઓળખવામાં અમેરિકા પણ થાપ ખાઈ ગયું હતું અફઘાનિસ્તાન ની સાચી પરિસ્થિતિ જોયા વગર અફઘાનિસ્તાન છોડવાની બિદેન તંત્રની જાહેરાત તાલિબાનોને પોતાના મનસૂબામાં  વધારે અનુકૂળતા અપાવનાર બન્યા હતા અફઘાનિસ્તાનમાં અમેરિકાની કાર્યવાહીને શિયાળા પહેલાઆટોપી લેવાની અમેરિકાની ઉતાવળ જગત માટે હવે મુશ્કેલીનું કારણ બની રહી છે બીજીતરફ પાકિસ્તાન પણ હવે તાલિબાનને રાજદ્વારી ટેકો આપવા માટે પાછલા બારણેથી સક્રિય બન્યું છે.

પાકિસ્તાન જાહેરમાં અફઘાનિસ્તાનની શાંતિની વાતો કરે છે બીજી તરફ પાછલા બારણેથી તાલિબાનને સમર્થન આપવાની સાથે સાથે તાલિબાન સરકાર ને માન્યતા મળે તે માટે પણ વકીલાત કરવા લાગી છે પાકિસ્તાન અને ચીન ના પીઠબળથી તાલિબાનને ફાવટ મળી ચૂકી છે પાકિસ્તાન અણુશક્તિ ધરાવતું દેશે અને તે ચીનથી ઘણું કટ હોવાથી અફઘાનિસ્તાન અને તાલિબાનના આ મામલે પાકિસ્તાનને આખા વિશ્વને ઉંધા ચશ્માં પહેરાવ્યાં હવે ખુલી રહ્યું છે અમેરિકા અને ખાસ કરીને  બિદેંને પાકિસ્તાન ની ભૂમિકાઅને બે મોઢાની વાતો સમજવામાં મોટી ભૂલ અને પાકિસ્તાનને નજર અંદાજ કરવાના કારણે આ પરિસ્થિતિ ઉભી થઈ છે.

પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન એ પણ તાલિબાનો સામે અમેરિકાને મદદરૂપ થવામાં આંખ મિચામણા કર્યા હતા અને અત્યારની પરિસ્થિતિ અંગે જોવા જઈએ તો અમેરિકાએ જે રીતે જલ્દીથી અફઘાન છોડવાનો નિર્ણય કરી લશ્કર પાછું લઈ લેવામાં ઉતાવળ કરી તેનાથી અફઘાનિસ્તાનમાં તાલિબાનો ને જે જોઈતું હતું તે મળી ગયું વિશ્વ આખું અફઘાન સરકાર અને અમેરિકાથી લઈને સંયુક્ત રાષ્ટ્ર સંઘ તાલિબાન અને તેના પાકિસ્તાનના સંહદયી સંબંધો ઓળખવામાં મોટી ભૂલ કરી ચૂકી છે અને અફઘાનિસ્તાનમાં શાંતિ અને તાલિબાનના ખાત્મા માટે ૨૦ વર્ષની મહેનત તાલિબાનોએ 10 જ દિવસમાં સાફ કરી નાખી છે તે ચિત્ર જગત સામે સામે આવ્યું છે .