Abtak Media Google News

કોલકાતા નાઈટ રાઇડર્સે 185 રન બનાવ્યા, જેમાં વેંકટેશ અય્યરે 51 બોલમાં 104 રન ફટકાર્યા, સામે મુંબઈએ 17.4 ઓવરમાં જ ટાર્ગેટ ચેઝ કર્યો

કોલકાતા નાઈટ રાઈડર્સનો રવિવારે આઈપીએલની ડબલ હેડરની પ્રથમ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે પરાજય થયો હતો. મુંબઈના કેપ્ટન તરીકે આવેલા સૂર્યકુમાર યાદવે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. મેચમાં અર્જુન તેંડુલકરને ડેબ્યૂ કરવાની તક મળી હતી. પ્રથમ બેટિંગ કરતાં કોલકાતા નાઈટ રાઇડર્સે 20 ઓવર પછી કોલકાતાએ 6 વિકેટના નુકસાન પર 185 રન બનાવી લીધા હતા.

Advertisement

મુંબઈની ટીમ સમયાંતરે વિકેટો ખેરવતા યોગ્ય સમયે કોલકાતાને આંચકો આપવામાં સફળ રહી હતી. વેંકટેશ અય્યરે 104 રન બનાવ્યા બાદ પોતાની વિકેટ ગુમાવી હતી. સદી પૂરી થયા બાદ તે ઇનિંગ્સને વધુ આક્રમક બનાવશે તેવી અપેક્ષા હતી. પણ ત્યાર પછી તરત જ તે આઉટ થઈ જતાં કોલકાતાની 200 થી વધારે સ્કોર કરવાની મુરાદ પૂરી થઈ નહોતી.  મેરિડેથે તેને યાનસનના હાથે કેચ કરાવીને પાછો મોકલી દીધો.

મુંબઈ ઈન્ડિયન્સે અગાઉ 3 મેચ રમી હતી જેમાં ટીમને માત્ર 1 જીત મળી હતી. હવે ચોથી મેચમાં, મુંબઈને સૂર્યકુમાર યાદવ અને ઈશાન કિશનની શાનદાર અને તેજ તર્રાર ઈનિંગ્સને કારણે સિઝનની બીજી જીત મળી હતી. ઈશાન કિશને 58 રન માત્ર 25 બોલમાં બનાવ્યા હતા. તેણે આ ઈનિંગમાં 5 ચોગ્ગા અને 5 જોરદાર છગ્ગા પણ ફટકાર્યા હતા. તો સૂર્યકુમાર યાદવની ઘણા સમય પછી ધુંઆધાર બેટિંગ જોવા મળી હતી. સૂર્યકુમાર યાદવે 25 બોલમાં 4 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 43 રનની ઇનિંગ રમી હતી. મુંબઈએ 186 રનના ટાર્ગેટને 17.4 ઓવરમાં સરળતાથી હાંસલ કરી લીધો અને કેકેઆરને 5 વિકેટે હરાવ્યું

વેંકટેશ અય્યર છેલ્લા ઘણા સમયથી શાનદાર ફોર્મમાં છે.  તે આઇપીએલ 2023માં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે.  તેણે મુંબઈ ઈન્ડિયન્સ સામે ધમાકેદાર બેટિંગ કરી અને તોફાની સદી ફટકારી.  આ સાથે તે 15 વર્ષ બાદ કેકેઆર માટે મોટી સિદ્ધિ નોંધાવનાર બેટ્સમેન બની ગયો છે.  તે ત્રીજા નંબર પર બેટિંગ કરવા આવ્યો અને પોતાના પ્રદર્શનથી બધાને પ્રભાવિત કરવામાં સફળ રહ્યો.  તેણે 51 બોલમાં 104 રનની ઈનિંગ રમી જેમાં 6 ફોર અને 9 લાંબી સિક્સ સામેલ હતી.  આઈપીએલમાં આ તેની પ્રથમ સદી છે.

કેકેઆર માટે આઇપીએલમાં પ્રથમ સદી 2008માં આરસીબી સામે બ્રેન્ડન મેક્કુલમે ફટકારી હતી, જે આઇપીએલના ઈતિહાસની પ્રથમ મેચ હતી.  ત્યારબાદ મેક્કુલમે 158 રનની ઇનિંગ રમી હતી.  તેના પછી, આગામી 15 વર્ષ સુધી કોઈ પણ ખેલાડી કેકેઆર માટે સદી ફટકારી શક્યો નથી.  હવે આઈપીએલમાં 2023માં વેંકટેશ અય્યરે 15 વર્ષ બાદ સદી ફટકારીને ઈતિહાસનું પુનરાવર્તન કર્યું છે.  આઇપીએલમાં કેકેઆર માટે સદી ફટકારનાર ઐય્યર માત્ર બીજો બેટ્સમેન બન્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.