Abtak Media Google News

સંજુ સેમસને 32 બોલમાં 3 ફોર અને 6 સિક્સ સાથે તોફાની 60 રન ફટકાર્યા, જ્યારે સિમરોન હેટમાયરે 26 બોલમાં 2 ફોર અને 5 સિક્સ સાથે 56 રન ફટકાર્યા

ગુજરાત ટાઇટન્સના રસીદની ધોલાઈ કરી સેમસન અને હેટમાયરે બાજી પલટાવી નાખી હતી. સંજુ સેમસને 32 બોલમાં 3 ફોર અને 6 સિક્સ સાથે તોફાની 60 રન ફટકાર્યા, જ્યારે સિમરોન હેટમાયરે 26 બોલમાં 2 ફોર અને 5 સિક્સ સાથે 56 રન ફટકાર્યા હતા.

Advertisement

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મેચ રમાઈ હતી. ટોસ હારીને ગુજરાત ટાઈટન્સની ટીમ બેટિંગ કરવા ઉતરી હતી. 20 ઓવરના અંતે ગુજરાતનો સ્કોર 7 વિકેટના નુકશાન સાથે 177 રન રહ્યો હતો. 178 રનનો ટાર્ગેટ ચેઝ કરવા ઉતરેલી રાજસ્થાનની ટીમની શરુઆત ખરાબ રહી હતી. હેટમાયર અને સંજૂ સૈમસેને ધમાકેદાર બેટિંગથી રાજસ્થાનની આ મેચમાં વાપસી કરાવી હતી. 19.2 ઓવરમાં રાજસ્થાનની ટીમે 7 વિકેટના નુકશાન સાથે આ ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો.

પ્રથમ ઈનિંગમાં ગુજરાત ટાઈટન્સ તરફથી રિદ્ધિમાન સાહાએ 4 રન, શુભમન ગિલે 45 રન, સાઇ સુધરસને 20 રન, હાર્દિક પંડ્યાએ 28 રન, અભિનવ મનોહરે 27 રન, ડેવિડ મિલરે 46 રન, રાહુલ તેવટિયાએ 1 રન અને રાશિદ ખાને 1 રન બનાવ્યા હતા. આ ઈનિંગમાં 7 સિક્સર અને 13 ચોગ્ગા જોવા મળ્યા હતા.

બીજી ઈનિંગમાં મોહમ્મદ શામીએ 4 ઓવરમાં 25 રન આપી 3 વિકેટ લીધી હતી. તેણે 1 મેડન ઓવર પણ નાંખી હતી. રાશિદ ખાને 4 ઓવરમાં 46 રન આપીને 2 વિકેટ લીધી હતી. જ્યારે હાર્દિંક પંડયા અને નૂર અહેમદે 1-1 વિકેટ લીધી હતી.

પ્રથમ ઈનિંગમાં રાજસ્થાન રોયલ્સ તરફથી ચહલ, ઝામ્પા અને ટ્રેન્ટ બોલ્ટે 1-1 વિકેટ લીધી હતી. સંદીપ શર્માએ 4 ઓવરમાં 25 રન આપીને 2 વિકેટ લીધી હતી. બીજી ઈનિંગમાં રાજસ્થાન તરફથી જોસ બટલરે 0 રન, યશસ્વી જયસ્વાલે 1 રન, સંજુ સેમસને 60 રન, રિયાન પરાગે 5 રન, પડિકલે 26 રન, શિમરોન હેટમાયરે 56 રન, ધ્રુવ જુરેલે 18 રન અને રવિચંદ્રન અશ્વિને 10 રન બનાવ્યા હતા. આ ઈનિંગમાં 15 સિક્સર અને 10 ચોગ્ગા જોવા મળ્યા હતા.

મેચની ખાસ વિગતો જોઈએ તો આજે ગુજરાત ટાઈટન્સના કેપ્ટન હાર્દિક પંડયાએ આઈપીએલમાં 2000 રન પૂરા કર્યા હતા. પ્રથમ ઓવરમાં રિદ્ધિમાન સાહાનો કેચ પકડવા માટે ત્રણ ખેલાડીઓ એક સાથે અથડાયા હતા અને અંતે થોડા ખેલાડીએ કેચ કપડયો હતો. 5  મેચમાં 11 વિકેટ સાથે યુઝવેન્દ્ર ચહલ પર્પલ કેપનો હકદાર બન્યો હતો. કેપ્ટન સંજૂ સૈમસને આઈપીએલ કરિયરની 19મી ફિફટી ફટકારી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.