Abtak Media Google News

અભ્યાસ પુરો થયાના દશકાઓ બાદ શાળા કોલેજના સહપાઠીઓ સાથે વિદ્યાર્થીઓએ સિલ્વર જ્યુબલિની ઉજવણી કરી

વિદ્યાર્થી અવસ્થા સર્વ શ્રેષ્ઠ માનવામાં આવે છે જેમાં કોઈ પણ પ્રકારની ચિંતા નહીં અને રોજ નવી આશા સાથે ઉર્જા, ઉત્સાહ અને ઉજ્જવળ ભવિષ્ય માટે સોનેરી સ્વપ્નો સાથે કલાસરૂમ, વાંચન, પરિક્ષા જેવી દિનચર્યા સાથે મિત્રો કે બહેનપણી સાથે સમય પસાર થઈ જતો હોય છે. અભ્યાસ પુરો થયાના દશકાઓ બાદ શાળા કોલેજના સહપાઠીઓ સાથે વિતાવેલો સુવર્ણ સમય આપણે ક્યારેય ભુલી શક્તા નથી.ત્યારે આવા જ સુવર્ણ દિવસો ફરીવાર તાજા કરવા માટે હળવદની દિકરી અને હાલ અમદાવાદમાં સાસરે ગૃહકાર્ય સાથે સમાજસેવામા હંમેશાં અગ્રેસર એવા રક્ષાબેન મહેતાને ધોરણ ૧૧/૧૨ને ૨૫ વર્ષ પૂર્ણ થતાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ એકત્ર થઈ સિલ્વર જ્યુબલીને હોંશભેર ઉજવણી કરી હતી.

આ સિલ્વર જ્યુબલીને ઉજવવા માટે રક્ષાબેન મહેતા દ્વારા ત્રણ વર્ષ અગાઉ મહેનત કરી અને દરેક સહપાઠીનો સંપર્ક શરૂ કર્યો હતો. આ વિચારે અને દ્રઢ સંકલ્પ સાથે સ્વપ્ન સાકાર કરવા માટે ખુબ મહેનત કરી અને સફળ થયા. તે સમયની આર.પી.પી હાઈસ્કૂલ અને અત્યારની એલ.એન.મહેતા ખાતે સર્વત્ર વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ એકત્ર થયાં હતાં. જેમા કેટલાક તો નિવૃત્ત પણ થઈ ગયા હતા તેઓ પણ હાજર રહ્યા હતા અને અમુક હાલમાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે તમામે આ ઉત્તર વિચારની ખુબ પ્રશંસા કરી હતી.

Img 20180512 Wa0043
આ તકે આચાર્ય જયોત્સનાબેન, શ્રી મોરડીયા, લલિતભાઈ યાજ્ઞિક, રોહિત અનડકટ, રોહિતભાઇ વગેરે હાજર રહ્યા હતા. જ્યારે એનસી ઝાલા, જસવંત મહેતા, પુર્ણીમાબેન, માયાબેન, દિનુબેન વગેરે દ્વારા ટેલીફોનીક આશીર્વાદ આપ્યા હતા. ૨૫ વર્ષ પહેલાંના સ્મરણો ક્લાસરૂમમાં બેસીને યાદ કર્યા હતા. નવો ઉત્સાહ અને ખુશી પ્રાપ્ત કરી હતી વિદ્યાર્થીઓમાં રક્ષાબેન, પુર્વીબેન, હીનાબેન, લીલાબેન, શબાનાબેન, નિલેશભાઈ, ઉમેશભાઈ, અમીતભાઈ, નિતિનભાઈ, સુનિલભાઈ, લલિત ભાઈ, દિપકભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.