Abtak Media Google News

ક્રિપ્ટો કરન્સી બિટકોઇનમાં પાછલા વર્ષે તોફાની ઉછાળો નોંધાતો જોવા મળ્યો હતો. કેલેન્ડર વર્ષની શરૂઆતમાં ૯૦૦ ડોલરની સપાટીએ જોવા મળેલ બિટકોઇનનો ભાવ વધીને ૧૭ ડિસેમ્બરે ૧૯,૦૮૬ની સર્વોચ્ચ સપાટીએ જોવા મળ્યો હતો, જોકે હાલ ૧૬,૭૦૧ની સપાટીએ બિટકોઇનનો ભાવ જોવા મળી રહ્યો છે. વૈશ્વિક લેવલે ક્રિપ્ટો કરન્સીનો ક્રેઝ વધી રહ્યો છે.

બિટકોઇનના ભાવમાં જોવા મળેલા ઉછાળા બાદ ક્રિપ્ટો કરન્સી ઇથરમાં પણ તેજીની ચાલ જોવા મળી છે. પ્રથમ વાર ૧,૦૦૦ ડોલરની સપાટી ક્રોસ કરી છે. બિટકોઇન બાદ બીજા નંબરની ક્રિપ્ટો કરન્સી છે. કોઇન ડેસ્ક ઇન્ડેક્સ પણ ક્રિપ્ટો કરન્સી ઇથરનો ભાવ ૧,૦૪૨ યુએસ ડોલરની સપાટીએ જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે પાછલા સપ્તાહે ૭૫૨ યુએસ ડોલર ઇથરનો ભાવ જોવા મળ્યો હતો.

બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે ડિજિટલ કરન્સી બિટકોઇનના ભાવમાં આવેલા ઉછાળાના પગલે અન્ય ડિજિટલ કરન્સી પણ લાઇમલાઇટમાં આવી હતી. પાછલા વર્ષે નવમી જાન્યુઆરીએ ઇથર કરન્સીનો ભાવ ૧૦.૫૧ ડોલર હતો, તે હાલ વધીને ૧,૦૦૦ યુએસ ડોલરની સપાટી ક્રોસ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.