Abtak Media Google News

વધતા પ્રાદેશિક જોખમોના જવાબમાં તેની સૈન્યને મજબૂત કરવા માટે જાપાને ગુરુવારે યુએસ સાથે 400 ટોમાહોક મિસાઇલો ખરીદવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા. વડા પ્રધાન ફ્યુમિયો કિશિદાની સરકારે વર્ષ 2027 સુધીમાં તેનો વાર્ષિક સંરક્ષણ ખર્ચ બમણો કરીને આશરે અંદાજે 68 ટ્રિલિયન ડોલર કરવાનો નિર્ણય લીધો છે. આમ કરવાથી સેના પર નાણાં ખર્ચવામાં અમેરિકા અને ચીન પછી જાપાન વિશ્વનો ત્રીજો દેશ બની જશે.ખરીદી કરાર પર જાપાનના સંરક્ષણ પ્રધાન મિનોરુ કિહારા અને જાપાનમાં યુએસ એમ્બેસેડર રેહમ એમેન્યુઅલ દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.  આ દરમિયાન કિહારાએ કહ્યું કે જાપાન અને અમેરિકા ઝડપથી બદલાતા વાતાવરણમાં મિસાઈલોની તૈનાતીને વેગ આપવા સંમત થયા છે.  આ મિસાઇલોને યુદ્ધ જહાજોથી લોન્ચ કરી શકાય છે અને તેની રેન્જ 1,600 કિલોમીટર છે.

જાપાન 2027 સુધીમાં વાર્ષિક સંરક્ષણ ખર્ચ બમણો કરીને આશરે અંદાજે 68 ટ્રિલિયન ડોલર કરશે

ખરીદી કરાર પર જાપાનના સંરક્ષણ પ્રધાન મિનોરુ કિહારા અને જાપાનમાં યુએસ એમ્બેસેડર રેહમ એમેન્યુઅલ દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.  આ દરમિયાન કિહારાએ કહ્યું કે જાપાન અને અમેરિકા ઝડપથી બદલાતા વાતાવરણમાં મિસાઈલોની તૈનાતીને વેગ આપવા સંમત થયા છે.  આ મિસાઇલોને યુદ્ધ જહાજોથી લોન્ચ કરી શકાય છે અને તેની રેન્જ 1,600 કિલોમીટર છે.

અમેરિકા માર્ચથી જાપાની સૈનિકોને ટોમાહોક મિસાઈલ માટે તાલીમ આપશે.  જાપાનની સરકારે કહ્યું કે ચીન અને ઉત્તર કોરિયાની ધમકીઓને કારણે દેશ બીજા વિશ્વયુદ્ધ પછીના સૌથી ગંભીર સુરક્ષા વાતાવરણનો સામનો કરી રહ્યો છે.  આ કારણે દેશે અમેરિકા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા અને અન્ય મિત્ર દેશો સાથે સૈન્ય સહયોગ વધારવો પડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.