Abtak Media Google News

ભાવ ઘટાડા સાથે ફુગાવામાં 30 બેઝીઝ પોઇન્ટનો ઘટાડો આવે તેવી શક્યતા!!!

દેશની અર્થવ્યવસ્થા વિકસિત કરવા માટે સરકાર સતત પગલાંઓ લઈ રહી છે ત્યારે લોકોની સુખાકારીને ધ્યાને લઈ અને ફુગાવા પર અંકુશ રાખવા માટે રાંધણ ગેસના ભાવમાં પણ સરકાર દ્વારા ઘટાડો કરવામાં આવ્યો છે જે બાદ હવે આ વાત પણ વ્યક્ત કરાઇ રહ્યો છે કે આવનારા દિવસોમાં કારણ કે ત્યોહારોની સિઝન શરૂ થતી હોવાથી હવે પેટ્રોલ ડીઝલના ભાવમાં પણ ઘટાડો આવે. જો આ પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો આવું છે તો ફુગાવાનો જે દર છે તે 30 બેસિઝ પોઇન્ટ જેટલો ઘટી શકે છે. એટલુંજ નહીં તહેવારો સાથે ચૂંટણીઓ પણ આવી રહી છે જેને ધ્યાને લઈ સરકાર આ નિર્ણય લેતો નવાઈ નહીં.

અર્થશાસ્ત્રી સમીરાન ચક્રવતી અને બકાર ઝેઇદીએ જણાવ્યું હતું કે સરકારનું આ નિર્ણય અર્થવ્યવસ્થા માટે ખૂબ ઉપયોગી નિવર છે કારણ કે જે રીતે ટામેટાના ભાવમાં પણ ઘટાડો નોંધાયો છે તેવી જ રીતે સપ્ટેમ્બર મહિનામાં છ ટકા જેટલો ફુગાવાનો દર પણ નીચે ઉતારીયો હતો ત્યારે આવનારા દિવસોમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો થવાથી દેશની અર્થવ્યવસ્થાને ઘણો ફાયદો પહોંચશે. જુલાઈ મહિનામાં જે રીતે છૂટક ભાવાંકમાં વધારો નોંધાયો હતો તેને ધ્યાને લઈ સરકારે આ તમામ મહત્વપૂર્ણ પગલાંઓ અને નિર્ણયો લઈ રહી છે અને પરિણામ સ્વરૂપે રાંધણ ગેસના ભાવમાં 200 રૂપિયાનો ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે જે આશરે 30 કરોડ લોકોને સીધી જ અસર કરશે. રાંધણ ગેસમાં ભાવ ઘટાડો આવતા ની સાથે જ ગ્રામ્ય અર્થવ્યવસ્થા પણ બનશે અને બીજી તરફ ટમેટા અને ડુંગળીના ભાવમાં ઘટાડો થતા વિતરણ વ્યવસ્થા પણ સારી રીતે જળવાશે.

સરકાર આગામી ચૂંટણીઓને ધ્યાને લઈ ફુગાવાના દરને અંકુશમાં રાખવા અને ગ્રામ્ય લોકોની આવક વધારવા માટે મહેનત કરી રહ્યું છે ત્યારે પેટ્રોલ ડીઝલના ભાવ છેલ્લા ઘણા સમયથી અંકુશમાં આવ્યા ન હતા અને ઘટાડો પણ કરવામાં આવ્યો ન હતો જે બાદ એ પ્રબળ શકયતા છે કે હવે સરકાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ ઘટાડો કરે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવમાં સતત વધઘટ થઈ રહી છે ત્યારે સરકાર આ ભાવ ઘટાડો કયા આધારે કરશે એ પણ એટલું જ જરૂરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.