Abtak Media Google News

વિરમગામમાં ઇન્ડસ્ટ્રીયલ પાર્ક બનાવવા ચીની કંપનીઓએ પ૦૦ હેકટરની જમીન ખરીદી

કહેવાય છે કે વેપાર ગુજરાતીની રંગે રગમાં વસે છે. એવામાં ટેકનોલોજીથી લઇને રોકાણકારો માટે ગુજરાત આકષણનું કેન્દ્ર બની રહ્યું છે ત્યારે ગુજરાતમાં જાપાની કંપનીઓના રોકાણની વાત બાદ ચીન પણ ગુજરાતમાં વેપાર કરવા માગે છે.

રાજય સરકારના ડેટા મુજબ ચીનની પાંચ કંપનીઓએ ગુજરાતમાં રૂ ૧૨,૪૩૧ કરોડનું રોકાણ કર્યુ છે. ચીન એસોસિએશન ઓફ સ્મોલ એન્ડ મિડીયમ એન્ટ્રપ્રાઇઝે ગુજરાતભરના માઘ્યમ તેમજ નાના ઉઘોગોના રોકાણ માટે પણ રુચી દર્શાવી છે. આ કંપનીઓના પ્રોજેકટ સાણંદ, સાયખા, મહેસાણા, હાલોલ અને મુંદ્રા ઉઘોગક્ષેત્ર અંતર્ગત લેવામાં આવ્યા છે.

ચીની કંપનીઓ ઠાર, પાવર ઇકવીપમેન્ટ કેમીકલ્સ, સ્ટીલ અને મેડીકલ સાધનોનું  મેન્યુકેકચરીંગ કહી રહી છે. સીએએસ એમઇએ વિરમગામ તાલુકાના સાંચણા ગામમાં ઇન્ડસ્ટ્રીયલ પાર્ક બનાવવા માટે પ૦૦ હેકટરની જમીન ખરીદી છે. કહી શકાય કે નાના તેમજ મઘ્યમ ઉઘોગને ચીની રોકાણ ફળે તેવી આશા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.