Abtak Media Google News
  • ત્રણ વખત આપઘાતનો પ્રયાસ કરનાર
  • રાજકોટના નિવૃત્ત આર્મી મેને ગોળી ધરબી કરી આત્મહત્યા

રાજકોટમાં ગાંધીગ્રામના શિવપરામાં રહેતા અને સીકયુરીટી ગાર્ડ તરીકે કામ કરતાં નિવૃત્ત આર્મીમેન ગઈકાલ રાત્રે પોતાના ઘરે લાઇસન્સવાળી બંદૂકથી ગોળી ધરબી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી બનાવની જાન પોલીસ ને થતા સ્ટાફ ઘટના સ્થળે દોડી જઈ પ્રાથમિક તપાસ કરતા જાણવા મળ્યું હતું કે , નિવૃત્ત આર્મીમેન પોતાના ગુસ્સા વાળા સ્વભાવના કારણે પગલું ભર્યાનું પોલીસ તપાસમાં ખુલ્યું હતું, પરંતુ પોલીસે આપઘાત પાછળનું ચોક્કસ કારણ જાણવા તજવીજ હાથધરી છે.ઉલીખનિય છે કે નિવૃત્ત આર્મીમેનએ અગાઉ પણ બે વાર આપઘાતની કોશિશ કરી હતી.

23

બનાવની મળતી માહિતી મુજબ શહેરમાં શિવપરા શેરી નં.1માં રહેતા નિવૃત્ત આર્મીમેન હુશેનમિયા કાદરી (ઉ.વ.59) સિસ્કો સિક્યુરિટી એજન્સીમાં ગાર્ડ તરીકે નોકરી કરતા હતા, હુશેનમિયા કેટલાક સમયથી બેંકમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા હતા અને બુધવારે રાત્રીના અરસામાં નોકરી પૂરી કરીને પોતાના ઘરે આવ્યા હતા.ઘરે આવતા જ તેમના પત્નીએ ડેલી ખોલી હતી, ઘરમાં પ્રવેશતા જ હુશેનમિયા મકાનના નીચેના રૂમમાં ગયા હતા, તેમના પત્ની મકાનના ઉપરના રૂમમાં પ્રવેશે ત્યાં જ ફાયરિંગનો અવાજ સંભળાતા તેઓ ચોંકી ઉઠ્યા હતા અને નીચેના રૂમમાં આવતા જ પતિનો લોહીથી લથબથ હાલતમાં મૃતદેહ જોવા મળ્યો હતો, તેમની બાજુમાં તેમની લાઇસન્સવાળી બાર બોરની બંદૂક પડી હતી.

1 7

ઘટનાની જાણ થતાં ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના પીઆઇ હડિયા સહિતની ટીમ દોડી ગઇ હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, આર્મી માંથી નિવૃત્ત થયા બાદ હુશેનમિયા સિક્યુરિટીમાં નોકરી કરતા હતા, તેઓ સ્વભાવે ગુસ્સા વાળા હતા, અગાઉ એસિડ પી તેમજ કૂદકો મારી બે વાર આપઘાતનો પ્રયાસ કર્યો હતો.જ્યારે આજે ગોળી ધરબી આત્મહત્યા કરી હતી.મૃતક હુશેનમિયાને સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી હોવાનું જાણવા મળ્યું હતું. પરિવારના મોભીના આપઘાતથી પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.