Abtak Media Google News

સુકાની તરીકેની કુનેહ અને વિસ્ફોટક અંદાજ ટીમને જોમ જુસ્સો પૂરો પાડે છે

ભારતીય ક્રિકેટ ટીમને વન-ડેમાં સુકાની તરીકે કોને જવાબદારી સોંપવી તે મથામણ હાલ ચાલી રહી છે. ત્યારે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી સુનિલ ગાવસ્કરનું માનવું છે કે વન-ડે વિશ્વ કપ કે જે વર્ષ 2023 ના અંતમાં રમાવા જઈ રહ્યો છે તે બાદ હાર્દિક પંડ્યાને ભારતીય ટીમનું સુકાનીપદ સોંપવામાં આવે તો નવાઈ નહીં. જેની પાછળનું મુખ્ય કારણ એ છે કે સુકાની તરીકે જે કુનેહ હોવી જોઈએ તે હાર્દિક પંડ્યામાં દેખાઈ રહી છે એટલું જ નહીં તેનું વિસ્ફોટક અંદાજ પણ ટીમને જોમ અને જુસ્સો પૂરો પાડી રહ્યો છે જેથી ભારતીય ટીમને ઉચ્ચ સ્તરે લઈ જવા માટે હાર્દિક પંડ્યા ભારતીય ટીમ માટે ઉત્તમ વિકલ્પ છે.

Advertisement

બોર્ડર ગાવસ્કર ટેસ્ટ ટ્રોફી જીત્યા બાદ હવે ભારતીય ટીમ વન-ડે ઉપર વધુ ધ્યાન કેન્દ્રિત કરશે ત્યારે રોહિત શર્માની જેમાં ભારતીય ટીમનું સુકાની પદ હાર્દિક પંડ્યાના શિરે સોંપવામાં આવ્યું છે જે ખરા અર્થમાં હાર્દિક માટે એક ઉત્તમ તક સાબિત થશે. આઇપીએલ 2022ની સિઝનમાં ગુજરાત ટાઇટન્સને વિજય અપાવવામાં હાર્દિકનો સિંહ ફાળો રહ્યો હતો ત્યારે શોર્ટ ફોર્મેટમાં હાર્દિક પોતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ચૂક્યો છે ત્યારે હવે ટીમની અપેક્ષા વન-ડેમાં આગળ લાવવા માટેની છે.

સુનિલ ગાવસકારે જણાવ્યું હતું કે જે રીતે ટીટ્વેન્ટી માં હાર્દિક પંડ્યાએ પોતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે તેનાથી તેના પરનો જે ભરોસો છે તે વધુ મક્કમ બન્યો છે.બીજી તરફ જે રીતે હાર્દિક પંડ્યા પોતાનું સુકાનીપદ સંભાળી રહ્યો છે તેનાથી તે અન્ય ખેલાડીથી અલગ તરીને આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.