Abtak Media Google News

આચાર સંહિતાના કારણે સિંચાઈ ખાતાએ ગુપચુપ પાણી છોડવાનું શ‚ કરી દીધું: એક પમ્પ દ્વારા દર કલાકે ૯ હજાર ઘનમીટર પાણીનું થતુ પમ્પીંગ: પ્રથમ ૨૪ ચેકડેમો અને ગોંડલનું વેરી તળાવ ભરાયા બાદ ભાદરમાં પાણી પહોચશે

સૌરાષ્ટ્રની મહત્વપૂર્ણ સૌની યોજના અંતર્ગત

સૌની યોજના અંતર્ગત રાજકોટ અને સૌરાષ્ટ્રવાસીઓની પાણીનીતંગીને દૂર કરવા માટે સરકાર દ્વારા જુદા જુદા ડેમોમાંનર્મદા નીર ઠાલવવાનું છેલ્લા કેટલાક સમયથી શ‚કરીદેવામાં આવેલ છે. સરકારના આ નિર્ણયના કારણે અનેક સ્થળોએ પાણીનીસમસ્યાથી લોકોને છૂટકારો થયો છે.

અત્રે ઉલ્લેખનીય છેકે તાજેતરમાં રાજકોટ શહેરના પાણીના મુખ્યસ્ત્રોત એવા આજી ૧ ડેમમાં નર્મદા નીર ભરવામાં આવ્યા બાદ હાલમાં રાજકોટના જ ન્યારી એક ડેમમાં નર્મદાના નીર ભરવામાં આવી રહ્યા છે. દરમ્યાન હવે સૌરાષ્ટ્રના સૌથી મોટા ગણાતા એવા ભાદર ૧ ડેમમાં પણ નર્મદાનાનીર છોડવાનું શ‚ કરી દેવામાં આવેલ છે. તેવું રાજકોટ સિંચાઈ ખાતાના ઈજનેરી સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.

અત્રે એ પણ ઉલ્લેખનીય છેકે હાલમાંલોકસભાની ચૂંટણીઓ અંતર્ગત આચારસંહિતાના અમલવારી થઈ રહી છે. જેના કારણે રાજકોટ સિંચાઈ ખાતા દ્વારા ગૂપચૂપ રીતે છેલ્લાબે દિવસથી ભાદર ૧ માટે ખાસ પાઈપલાઈન દ્વારા નર્મદાનીર છોડવાનું શરૂ કરી દેવામાં આવેલ છે.

પ્રાપ્ત થતી વધુ વિગતો મુજબ ભાદર ડેમ ૧માંથી રાજકોટ ઉપરાંત જેતપૂર, અને ગોંડલને પીવાના પાણી પૂરૂ પાડવામાં આવે છે. હવે આજી અને ન્યારી બાદ ભાદરમાં પણ નર્મદાના નીર ઠાલવવાનું શરૂ કરવામાં આવતા. રાજકોટ સહિત જિલ્લાની પાણી સમસ્યાનો મહંત અંશે ઉકેલ આવી જશે. અને આકરા ઉનાળામાંપણ ખાસ કરીને રાજકોટને પાણીની સમસ્યા ભોગવવી નહી પડે.

દરમ્યાન સિંચાઈ ખાતાના સુત્રોના જણાવ્યા મુજબ ન્યારી ડેમ ૧માં જયાંથી પાણી ઠલવાય છે. તે રાવકીગામની નદી પાસેથી વધુ એક સાડા છ કિલોમીટરની ખાસ પાઈપલાઈન નાખવામાં આવી છે. આ પાઈપલાઈન દ્વારા ગોંડલના ગુંદાસરા પાસેથી ભાદરમાં પાણી ઠલવવાનું આયોજન છે.

આ પાઈપલાઈન મારફતે છેલ્લા બે દિવસ દરમ્યાન ભાદર ૧ માટે નર્મદાનીર છોડવાનું શરૂ કરવામાં આવેલ છે. હાલમાં ૧ પંપ દ્વારા દર કલાકે ૯ હજાર ઘનમીટર પાણી છોડવાનું શરૂ કરવામાં આવેલ છે. આ પાણી ગુંદાસરા થઈ અરડોઈ, હળમતાળા, સેમળા અને ગોંડલના વેરી તળાવ થઈ ભાદરમાં પાણી પહોચશે. રસ્તામાં કુલ નાના મોટા ૨૪ ચેકડેમો પ્રથમ ભરાશે ત્યારબાદ ગોંડલનું વેરી તળાવ નર્મદાનીરથી ભરવામાં આવશે. બાદમાં આ નર્મદાનીર ભાદર ડેમ ખાતે પહોચશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.