Abtak Media Google News

સંગીતકાર પંકજ ભટ્ટના આલ્બમ

નોન સ્ટોપ ‘કેસરિયા ઢોલ’ દાંડીયાના આલ્મબોની નવી રચના ધુમ મચાવશે

રાજકોટના વિશ્ર્વવિખ્યાત સંગીતકાર પંકજ ભટ્ટ દ્વારા આ આલ્મબનું સંગીત નિયોજન થયું છે. T-SERIES  માં ર0  વર્ષ પહેલા 41 નોન સ્પોટ કેસરિયા ઢોલા, જેવા અનેક પ્રખ્યાત દાંડીયાના આલ્મબોમાં અનુરાધા પૌડવાલ, સોનું નિગમ, નીતીન મુકેશ, કવિતા પૌડવાલ, કરશન સાગઠીયા જેવા દિગ્ગજ કલાકારોની કંઠની સુરાવલી અને પંકજ ભટ્ટની નવી રચનાઓ અને સંગીત નિર્દેશનની અભૂતપૂર્વ સુરાવલીઓ હજી પણ ધુમ મચાવે છે.

માં ની ચુંદડી લહેવાય, ના ગાયકો પામેલા જૈન, હેમંત ચૌહાણ, લલીતા ઘોડાદ્રા, નારણ ઠાકર, બીરજુ બારોટ, પુનમ ગોંડલીયા, ઉર્વશી પંડયા, ચૈતાલી છાયા જેવા દિગ્ગનો દ્વારા અને સંગીતકાર પંકજ ભટ્ટ દ્વારા સુંદર સ્વરબઘ્ધ કરેલા મધુર નવા ગરબા અને સાથે સંસ્કૃતના સ્ત્રોનો નો પણ અદભુત કર્ણપ્રિય રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે.

સંગીત સહાયક માલા ભટ્ટ અને શબ્દોની રચના કિશોર ભટ્ટ, બીરજુ બારોટ, નારણ ઠાકર, રણધીર પરમાર દ્વારા સુંદર રીતે કરવામાં આવી છે. ઓડીયો રેકોડીંગ શ્રી નીલકંઠ ઓડીયો આર્ટ રાજકોટ અને મીક્ષીંગ માસ્ટરીંગ પણ કિશોર ભટ્ટ દ્વારા અદભુત રીતે કરવામાં આવ્યું છે. સંગીત સંકલન આ સફળ આલ્બમનુ સંગીત સંકલન અને રીધમ જય ત્રિવેદી દ્વારા કરવામાં આવ્યું છે. કોરિયોગ્રાફી અને ડાન્સ ડીરેકશન ડો. શીતલ બારોટ અને ન્યુ તાલ દાંડીયા અકદામી દ્વારા અદભુત રીતે કરવામાં આવ્યું છે.

વિડીયો ડીરેકટર દેવર્ષિ પાઠક, હાટકેશ સ્ટુડીયો દ્વારા તથા વિડીયો એડીટીંગ મીક્ષીંગ માસ્ટરીંગ સ્પેશીયલ ઇફેકટ કે.વી. ફિલ્મ્સ એન્ડ વલ્લભભાઇ બાપુ અને એમની પુરી ટીમ દ્વારા કરવામાં આવ્યુઁ છે. ભારત અને વિશ્ર્વભરમાં પ્રખ્યાત સંગીતકાર પંકજ ભટ્ટ દ્વારા 8000 આલ્મોબ અને 76000 થી પણ વધારે એક જ ભાષા ગુજરાતીમાં સંગીત અને સ્વરબઘ્ધતા માટે 6 મહિના પહેલા જ વર્લ્ડ રેકોર્ડ થયેલ છે.

કોરોનાના કપરા સમગ પછી આ અદભુત દાંડીયા ધમાલ ગરબા આલ્બમ  T-SERIES    દ્વારા સમગ્ર વિશ્ર્વમાં ધુમ મચાવી રહ્યું છે. અને ખેલૈયાઓમાં નવો જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અને રાજકોટ શહેર એક ગરબા નગરી તરીકે ઉભરી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.